ફેરિયાઓને મળશે જગ્યા, સરકારે નીમ્યો નોડલ ઑફિસર

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અનેક વર્ષોથી પોતાના હકની જગ્યા મળવાની પ્રતીક્ષામાં રહેલા ફેરિયાઓને બહુ જલદી રાહત મળવાની છે. રાજ્ય સરકારે હૉકર્સ પૉલિસીને અમલમાં લાવવા માટે નગર પરિષદ ડિરેક્ટોરેટના ડાયરેક્ટરની નોડલ ઑફિસર તરીકે નિમણૂક કરી છે. આ નિમણૂકને કારણે પૉલિસીની અમલબજવણી વધુ ઝડપે થશે એવું માનવામાં આવે છે. તેથી આ પહેલા થયેલા સર્વેક્ષણમાં લાયક ઠરેલા ફેરિયાઓને લાઈસન્સ અને જગ્યા મળવાને આડે રહેલી અડચણો દૂર થઈ છે.

મુંબઈ મહાનગરપાલિાએ ૨૦૧૪માં ફેરિયાઓનું સર્વેક્ષણ કર્યું હતું. સર્વેક્ષમાં ૧૫,૩૬૧ ફેરિયાઓ પાત્ર ઠર્યા હતા. હૉકર્સ કમિટીએ કુલ ૪૦૪ રસ્તાઓ પર ૩૦,૮૩૨ ફેરિયાઓ માટે જગ્યા નક્કી કરી હતી. આ ઠેકાણે ફેરિયાઓનું પુનર્વસન કરવામાં આવવાનું છે. હાલ પાત્ર ઠરેલા ફેરિયાઓને જગ્યા ઉપલબ્ધ કરી આપવાનું પ્રાધાન્ય પાલિકા રાખવાની છે.

રેલવે સ્ટેશન બહારનો વિસ્તાર અને ધાર્મિક સ્થળના ઠેકાણે ફેરિયાઓ માટે જગ્યા આરક્ષિત કરવામાં આવી છે. હૉકર્સ પૉલિસીની અમલબજવણી માટે લેબર કમિશનરે તેમના પ્રતિનિધિ નીમવાનો પણ આદેશ આપ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.