આદુનો ઉપયોગ રસોડામાં થતો હોય છે. દાળ, શાક, ચટણી અને ખાસ કરીને ચામાં આદુ વધારે વાપરવામાં આવે છે. આદુ ઘણું ગૂણકારી છે અને સ્વાદ પણ આપે છે.
આદુમાં આયર્ન, વિટામિન સી, પ્રોટીન, પોટેશિયમ અને સોડિયમ વગેરે ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેના ઉપયોગથી પાચનતંત્રની ઘણી સમસ્યાઓ સરળતાથી દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે.
આદુ ખાવાથી પેટમાં ગેસ, અપચો, કબજિયાત અને એસિડિટીની સમસ્યા નથી થતી, પણ તેના કરતા પણ આદુંનું પાણી પીવાથી વધારે ફાયદા થાય છે અને ઝડપી પરિણામો મળે છે. આદુને રાત્રે સૂતા પહેલા પલાળી દેવું અને સવારે ખાલી પેટે પી જવાનું હોય છે. શરૂઆતમાં આદુનો નાનો ટૂંકડો જ પલાળવો. તમારું શરીર આને અનુરૂપ થાય તે બાદ મોટો કટકો એક ગ્લાસમાં પલાળી ને પી જવાથી સ્વસ્થ રહેવામાં ઘણી મદદ મળે છે.
પહેલું તો આદુને આખી રાત પાણીમાં પલાળી રાખવાથી તેના તમામ ગુણો પાણીમાં આવી જાય છે. પછી આ પાણી પીવાથી શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આદુનું પાણી રાતભર પલાળીને પીવાથી શરીરના ઝેરીલા પદાર્થો ટોયલેટ દ્વારા બહાર નીકળી જાય છે અને ત્વચા ચમકદાર બને છે. આને પીવાથી ત્વચા પર ચમક આવે છે અને ત્વચાને લગતી ઘણી સમસ્યાઓ પણ સરળતાથી દૂર થઈ જાય છે.
આદુનું પાણી પીવાથી પેટમાં બળતરા, અપચો, ગેસ, ઉબકા અને એસિડિટી મટે છે. તે ખોરાકને પચાવવામાં મદદ કરે છે. આદુનું પાણી રાતભર પલાળીને પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને ઘણી સમસ્યાઓ દૂર થાય છે. પાચન યોગ્ય રીતે થાય ત્યારે સ્વાભાવિક છે શરીર હલકું રહે છે અને મન પણ સ્વસ્થ રહે છે. રાતભર પલાળીને રાખેલા આદુનું પાણી પીવાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે અને ફેટ ઓછી કરવામાં મદદ મળે છે. આદુનું પાણી પીવાથી પેટ ભરેલું લાગે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. આદુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને રોગોથી બચાવે છે.
જોકે કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. તમે કોઈ રોગથી પીડાતા હોવ કે તમારું શરીર અમુક વસ્તુઓ પચાવી શકતું ન હોય તેમ બને. આથી તમારા ફેમિલી ડોક્ટરને પૂછીને આ પ્રયોગ કરવો.