Homeટોપ ન્યૂઝતમે પણ ક્યુટ પિંક ડોલ્ફિન જોઈ કે નહીં...???

તમે પણ ક્યુટ પિંક ડોલ્ફિન જોઈ કે નહીં…???

આપણામાંથી ઘણા લોકોએ સમુદ્રમાં કે મોટી મોટી નદીઓમાં ડોલ્ફિનને તેની મોજ-મસ્તીમાં ઉછળ-કુદ કરતી જોઈ હશે, પણ શું તમે ક્યારેય પિંક રંગની ડોલ્ફિન જોઈ છે? આ સવાલ સાંભળીને જ તમને થશે કે ભાઈસાબ ડોલ્ફિન અને એ પણ પિંક કલરની.. ગપ્પા મારવાનું રહેવા દો ને ભાઈ.. પણ આ કોઈ ગપ્પા કે હમ્બગ વાતો નથી. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં પિંક કલરની ડોલ્ફિન પાણીના મોજાઓ સાથે મસ્તી કરતી જોવા મળે છે. આ વીડિયો દક્ષિણ અમેરિકાની એમેઝોન નદીનો છે. ઈન્ટરનેશન યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા આ પિંક ડોલ્ફિનને અતિસંવેદનશીલ જીવ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. લોકો સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને અદ્ભૂત, અવિશ્વસનીય જેવી કમેન્ટ્સ કરી રહ્યા છે. આ પ્રજાતિની ડોલ્ફિન પ્રદૂષણ, જહાજની અડફેટે આવી જવું કે વધારે પડતી માછીમારીની એક્ટિવિટીને કારણે પાણીમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમી રહી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular