Homeટોપ ન્યૂઝહરિયાણાના આ તુકારામ મુંઢેને ઓળખો છો?

હરિયાણાના આ તુકારામ મુંઢેને ઓળખો છો?

હરિયાણા: સરકારી અધિકારીઓની બદલી એ કંઈ નવી વાત નથી, પણ એમાંથી ઘણી બદલીઓ એવી હોય છે કે જે લોકોને હમેશા માટે યાદ રહી જાય છે, લોકો કેટલીક બદલીઓનો વિરોધ પણ કરે છે. મહારાષ્ટ્રમાં આવા એક અધિકારી એટલે તુકારામ મુંઢે. 16 વર્ષની તેમની કારકિર્દીમાં 19 વખત તેમની બદલી કરવામાં આવી છે.
આવો જ એક દબંગ અધિકારી હરિયાણામાં પણ છે નામે આઈએએસ અશોક ખેમકા. 1991 બેચના ખેમકાની ફરી એક વખત બદલી કરવામાં આવી છે અને આ તેમની 55મી બદલી છે. ખેમકા સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રટરીના પદ પરથી હટાવીને આર્કાઇવ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકેની બદલી આપવામાં આવી છે. મહત્વનું એટલે કે આ વખતે પણ તેમને કોઈ મહત્વની કામગીરી સોંપવાને બદલે સાઈડલાઈન કરવામાં આવ્યા છે.


હરિયાણા સરકાર દ્વારા ખેમકા સહિત અન્ય ચાર અધિકારીની બદલી પણ કરવામાં આવી છે. 30 વર્ષની કારકિર્દી દરમિયાન ખેમકા કોઈ એક પદ પર લાંબો સમય સુધી ટક્યા નથી. આ તેમની 55મી બદલી છે. ખેમકાએ આ વિશે ટ્વીટ કરીને પોતાની નારાજગી વ્યકત કરી છે. તેમણે જણાવ્યું છે કે “ફરી એક વખત આર્કાઇવ… પ્રમાણિક લોકોનો સામનો કરવા માટેની નવી યુક્તિ છે. તેમનાં સ્વાભિમાન પર હુમલો કરો. અપમાનિત કરો. કોનું હિત સાધવામાં આવી રહ્યું છે???” એક વાત તો છે કે બદલીઓની બાબતમાં હરિયાણાના આ તુકારામ મુંઢેએ મહારાષ્ટ્રના મુંઢેને ક્યાંય પાછળ મૂકી દીધા છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular