અલભ્ય ગ્રંથવિશ્ર્વ -પરીક્ષિત જોશી

નામ- રાય હરિહર
લેખક- ગુણવંતરાય આચાર્ય
પ્રકાશક-ગ્ાૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
પ્રકાશન વર્ષ-૧૯૫૭
કુલ પાના- ૨૫૨
કિંમત- ૨૯૦ (વર્ષ ૨૦૨૧)
-મુળ પુસ્તક તો ૧૯૫૭માં પ્રગટ થયેલું પરંતુ ત્યારબાદ પુર્નમુદ્રણો અન્ો હવે ૬૪ વર્ષ પછી ૨૦૨૧માં થયેલી સંવર્ધિત આવૃત્તિ એક રીત્ો આપણન્ો આપણા એક વિશેષ વારસા વિશે અવગત કરાવે છે. જોકે માત્ર ગુજરાતી ભાષામાં જ નહીં પરંતુ વિશ્ર્વની ભાષાઓમાં પણ આ વિષયે ઘણું ઓછું કામ થયું છે અન્ો એમાંય ભારતીય ભાષાઓમાં તો લગભગ નહિવત્. ગુણવંતરાય આચાર્ય પહેલાં ગુજરાતી ભાષા સાહિત્યમાં સાગરકથાઓ કે દરિયાઈ સાહસકથાઓ વિશેનું સાહિત્ય કદાચ જ કોઈ ભારતીય લેખકની કલમે મળે તો મળે. એટલે જ કદાચ, હોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક પાન નલિન કે જે મૂળ ભારતીય, ગુજરાતી છે એમન્ો ભારતીય સાહિત્યમાંથી કોઈ પુસ્તક આધારિત હોલિવૂડ ફિલ્મ બનાવવાની ઈચ્છા વિશે પ્ાૂછવામાં આવ્યું ત્યારે એમણે એ મતલબનું કહૃાું હતું કે જો ગુણવંતરાય આચાર્યની કોઈપણ નવલકથા અન્ો એમાંય ખાસ તો દરિયાઈ નવલકથા પરથી ફિલ્મ બનાવવામાં આવે તો એ હોલિવૂડની પ્રખ્યાત ફિલ્મોની હરોળમાં ઊભી રહે એવી બની શકે..
રાય હરિહર એ ગુણવંતરાય આચાર્યની વિજયનગર ગ્રંથાવલિનું પહેલું પુસ્તક છે. આ શ્રેણીમાં આ પછી એમણે કૃષ્ણાજી નાયક, રાય રેખા, રાય બુક્કારાય, મહામાત્ય માધવ ભાગ ૧થી૩ આપ્યા છે. જોકે ૨૦૨૧ની આવૃત્તિમાં પુસ્તકોની યાદીમાં મહામાત્ય ચાણક્ય છપાયું છે જે કથાના અંતમાં ઽ વિજયનગર ગ્રંથાવલિ : ભાગ પહેલો સંપ્ાૂર્ણ, હવે વાંચો : એમ લખ્યા પછીની નોંધમાં મહાઅમાત્ય માધવ એમ સુધારી લેવાયું છે.
ગુણવંતરાય આચાર્યે દરિયાલાલથી માંડીન્ો લિવાર પાશા સુધીની ૧૫ દરિયાઈ નવલકથાઓ કે જેમાં સક્કરબાર, હરારી, સરફરોશ, હાજી કાસમ તારી વીજળી ઈત્યાદિનો સમાવેશ થાય છે એ આપી છે. એમની હિન્દુપત પદશાહી ગ્રંથાવલિમાં ૬, ગુજરાત ગ્રંથાવલિમાં પાંચ અન્ો વિજયનગર ગ્રંથાવલિમાં સાત નવલકથાઓ આપી છે. એ સિવાય રહસ્યકથાઓના ઉપક્રમે ૧૩ નવલકથાઓ સાથે ત્રણેક પ્રશિષ્ટ અંગ્રેજી કૃતિઓના સંક્ષેપ પણ આપ્યા છે.
જોકે એમન્ો કીર્તિ મળી એ દરિયાઈ કથાઓથી. પુસ્તકના ઉઘડતા પાન્ો લેખકના નવલકથાકાર પુત્રી વર્ષા અડાલજા નોંધે છે એમ, લેખક વિશ્ર્વના સાહિત્યકારોની હરોળમાં બ્ોસી શકે એવા સમર્થ ગુજરાતી લોકપ્રિય લેખક. દરિયાએ કોલ દીધો હોય એમ અન્ોક અવિસ્મરણીય સાગરકથાઓ આપી. અન્ોક ઐતિહાસિક અન્ો સામાજિક નવલકથાઓ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ અન્ો ગુજરાતની તવારીખ પર ફરી વળેલી રાખન્ો ફૂંક મારી પ્રજ્વલિત કરી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એમન્ો લિવિંગ એન્સાયક્લોપીડિયા કહેતા.
૨૦ પ્રકરણોમાં ૨૫૨ પાનાના ફલક પર વિસ્તરેલી આ વિજયનગર સામ્રાજ્ય શ્રેણીની પહેલી નવલકથાની શરૂઆત હોયશલ ચક્રવર્તી બલ્લાળદેવથી થાય છે. ત્યારબાદ સંગમરાય, હરિહર, કાલમુખ વિદ્યાશંકર, સુંદર નાયક, માલાદેવી જેવા પાત્રોના પ્રવેશથી કથાપ્રવાહ ધસમસતો આગળ વધતો રહે છે. પુસ્તક્ધો અંત્ો લેખકે જે આધાર ગ્રંથોનો ઉપયોગ કર્યો હતો એની એક યાદી પણ મૂકી છે. છેલ્લે આ શ્રેણીમાં ઉપયોગમાં લેવાયેલા કેટલાંક વિશિષ્ટ શબ્દોનો કોશ પણ આમેજ કર્યો છે.
પોતાની પ્રસ્તાવનામાં લેખક નોંધે છે કે, વિજયનગર સામ્રાજ્ય વિશે લખાયેલા ગ્રંથોનો કોઈ પાર નથી. એન્ો માટે તો એક વિજયનગર પુસ્તકાલય થઈ શકે એટલું લખાયું છે. વિજયનગર વિશે રાજાઓએ, અમાત્યોએ, કવિઓએ, ધર્માચાર્યોએ, મુસલમાનોએ, ફિરંગીઓએ, ચીની-ઈરાની-આરબ પ્રવાસીઓ લખ્યું છે. હજારોની સંખ્યામાં દાનપત્રો, શિલાલેખો છે. બીજા અર્થમાં, ઉત્તરાપથમાં ગુપ્તોના સુવર્ણયુગન્ો ઘડીભર વીસરાવી દે એવો સુવર્ણયુગ દક્ષિણાપથમાં વિજયનગરે સર્જ્યો હતો.
વિજયનગરનું સામ્રાજ્ય ૨૫૦ વર્ષ ચાલ્યું. એમાં હિંદુત્વન્ો, આર્યત્વન્ો ખાસ કરીન્ો નાગરિકત્વન્ો અન્ોરો રંગ આપ્યો. ભારતભરમાં પરાપ્ાૂર્વેથી પરસ્પર વૈમનસ્ય ધરાવતા ચાર મહાન સંપ્રદાયો-શૈવ, ભાગવત, વીરશૈવ અન્ો જૈન-ન્ો કારણે ઉત્તરપથ તુરુષ્કોના ચરણમાં ધરાશાયી થયો હતો, એવી જ રીત્ો ચાર ભાષાઓ-તમિલ, ત્ોલુગુ, કાનડી અન્ો મલયાલીના સંઘર્ષો. આ ચાર સંપ્રદાયો અન્ો ચાર ભાષાઓનું બન્ોલું આ સામ્રાજ્ય, જિજીવિષાના મહાપુરુષાર્થની અમર કહાણી છે. લેખક તો ત્યાં સુધી કહે છે કે મહાભારતની જેમ એન્ો માટે પણ કહી શકાય કે જે એમાં છે ત્ો સર્વત્ર છે, જે એમાં નથી ત્ો ક્યાંય નથી.
વિજયનગરના ઈતિહાસમાં એક પાત્ર છે, વિદ્યારણ્ય માધવ. ૨૫૦ વર્ષ જીવેલા આ મહાપુરુષ ૮૦ વર્ષની ઉંમરે તપશ્ર્ચર્યા છોડીન્ો બહાર આવ્યા, મહાઅમાત્ય બન્યા. પછી શૃંગ્ોરીપીઠના શંકરાચાર્ય બન્યા. પછી પાછા મહાઅમાત્ય, વળી કાશી ગયા અન્ો પરત આવ્યા પછી ફરી મહાઅમાત્ય. પાંડ્યના સમયકાળમાં પ્રાંતના પ્રધાન અન્ો છેલ્લે ગોવાના દુર્ગપાળ પણ બન્યા. જોકે ભગવાન કાલમુખ વિદ્યાશંકર, વિદ્યારણ્ય માધવ, ક્રાયશક્તિ વિદ્યાતીર્થ અન્ો માધવ મંત્રી એ એક જ વ્યક્તિ હતી કે ચાર જુદીજુદી વ્યક્તિ, એ વિશેના મતમતાંતરો સતત ચાલતા રહૃાા છે.
બલ્લાળદેવે પોતાનું રાજ્ય ભગવાન કાલમુખ વિદ્યાશંકરન્ો સોંપ્યું જે ૧૨ વર્ષ ચાલ્યું. ક્રિયાશક્તિ વિદ્યાતીર્થ એ એમના શિષ્ય અન્ો શૃંગ્ોરીપીઠના શંકરાચાર્ય, વિદ્યારણ્ય માધવ એ વેદ-વેદાંગોના ૨૦૦ ઉપરાંત પુસ્તકોના વિદ્વાન લેખક અન્ો સાયણાચાર્યના મોટાભાઈ, વિદ્યારણ્ય માધવ એ વિદ્યાશંકરના શિષ્ય અન્ો રાય હરિહર તથા રાયબુક્કાના મહાઅમાત્ય અન્ો ક્રિયાશક્તિ વિદ્યાતીર્થની સમાધિ પછી શૃંગ્ોરીપીઠના શંકરાચાર્ય. માધવ મંત્રી એ ગોવાના દુર્ગપાળ અન્ો પછી વિજયનગરના અમાત્ય. આ ચારેય મળીન્ો કુલ ૨૫૦ વર્ષ સુધી વિજયનગરનું સામ્રાજ્ય સાચવ્યું એ વાત નક્કી.
દક્ષિણના રાજ્યોન્ો દક્ષિણાપથના ન્ોજા તળે બાહૃા આક્રમણ સામે સાચવીન્ો, જાળવીન્ો હિન્દુ સંસ્કૃતિ અન્ો પરંપરાનો એક ભવ્ય વારસો ઊભો કરનારું વિજયનગર પણ આખરે પાંચ-પાંચ મુસલમાન શાસિત રાજ્યસત્તાઓના સામૂહિક આક્રમણ સામે ધ્વસ્ત થયું. આજે પણ કાંપીલી, પ્ોનુગોન્ડા, તિરુપતિમલાઈ, ચેરા, વેન, પાંડ્ય અને વરંગુલ રાજ્યન્ો પોતાના તાબ્ો લેનાર કર્ણાટ રાજ્યના વીર બલ્લાળદેવની રાષ્ટ્રીય એકતાની ભાવનાથી સર્જાયેલા વિજયનગર સામ્રાજ્યના અવશેષો આપણન્ો મળી આવે છે. આજે આપણી પાસ્ો વેદ-વેદાંગો ઈત્યાદિનો જે કંઈ પણ વૈભવ અન્ો વારસો છે એ વિજયનગર સામ્રાજ્યની દેણ છે એ વાત પણ આ શ્રેણીથી સુપેરે ઉજાગર
થઈ છે.

Google search engine