Homeધર્મતેજહું ટળે તો હરિ મળે

હું ટળે તો હરિ મળે

ગીતા-મહિમા -સારંગપ્રીત

ગત અંકમાં જાણ્યું કે માનવની બધી જ ક્રિયા જો ભગવાનમય બને તો ઊર્ધ્વગતિ કરાવે છે. આપણી ક્રિયાના મૂળ કર્તા તો ભગવાન છે. પરંતુ આ ટટ્ટઇૂ્ંયશ્રમ પડક્ષૃઞપ્ર ની ભાવનામાં મુખ્ય વિરોધી તત્ત્વ તો આપણો અહંકાર છે. આ બાબતને વિસ્તારથી સમજીએ.
‘ઈં ફળ તજ્ઞળયવિંશક્ષલ’ – ‘હું કંઈક છું.’
‘ઈં વફદય મજ્ઞક્ષય તજ્ઞળયવિંશક્ષલ’ – ‘મેં કંઈક કરી બતાવ્યું છે.’
‘ઈં વફદય મજ્ઞક્ષય તજ્ઞળયવિંશક્ષલ બફિિંંયિ વિંફક્ષ જ્ઞવિંયિ’ – ‘મેં બીજા કરતા કંઈક સારું કરી બતાવ્યું છે.’
ભગવાને રચેલ આ સૃષ્ટિમાં બુદ્ધિબળને કારણે મનુષ્યને ભગવાનનું શ્રેષ્ઠ સર્જન કહેવામાં આવે છે, પરંતુ જ્યારે તે ભગવાનની કર્તૃત્વશક્તિને ભૂલે છે, અવગણે છે ત્યારે તેના અહંકારની પરિભાષા ઉપરોક્ત ત્રણ વાક્યોથી પડઘાય છે.
માણસ જ્યારે અહંકેન્દ્રી બને છે, ત્યારે ભગવાનના કર્તાપણાનું અનુસંધાન ચૂકી જાય છે. અહંભાવનું અજ્ઞાન તેની સમજશક્તિને આવરે છે, અવરોધે છે.
ભક્તકવિ નરસિંહ મહેતા આ વાસ્તવિક્તાને એક દષ્ટાંત સાથે સમજાવતાં લખે છે-
‘હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્ર્વાન તાણે’
જેમ ગાડા નીચે કોઈ શ્ર્વાન (કૂતરું) ચાલ્યું જતું હોય તેને અહંકારથી એવો ભ્રમ થાય કે શકટનું (ગાડાનું) વહન કરનાર હું જ છું. તે મોટું અજ્ઞાન છે.
આ અહંકારનું અજ્ઞાન જ માણસના જીવનમાં પ્રશ્ર્નોની પરંપરા સર્જે છે, જેથી ટેન્શન, હતાશા, નિરાશા અને ભય જેવી જીવલેણ પરિસ્થિતિ ઊભી થતા વાર નથી લાગતી. વિશ્ર્વ પ્રસિદ્ધ કલાકારો પોતાની કારકિર્દી અને પ્રખ્યાતિના અહંકારથી સતત ભયમાં જીવતા હોય છે કે, ‘જજ્ઞળયજ્ઞક્ષય ૂશહહ તીિાફતત ળય’ – કોઈક મારાથી આગળ વધી જશે તો.’
ભગવાન જ સર્વકર્તા છે, સકલ સૃષ્ટિના સંચાલનકર્તા છે. આ સમજણ મહાનપુરુષોના જીવનમાં અખંડિત હોય છે. તેનું અવિરત અનુસંધાન જ તેઓની જીવનશૈલી છે, જેનું એક ઉદાહરણ એટલે પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ.
ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાને જેમણે મંદિરો, શાસ્ત્રો અને સંતોના નિર્માણ દ્વારા અકબંધ જાળવ્યો છે. દેશ-વિદેશમાં અનેક સત્સંગ કેન્દ્રો દ્વારા જેઓ સમાજમાં નૈતિક-અધ્યાત્મિક મૂલ્યોનું સિંચન કરતા રહ્યા છે. જેઓ અંગત સ્વજન બની અનેકવિધ રાહતકાર્યો દ્વારા સમાજસેવા માટે હંમેશાં તત્પર રહ્યા છે.
એવા પ્રમુખસ્વામી મહારાજના શિરે આટઆટલાં કાર્યો અને તેના વહીવટની સઘળી જવાબદારી હોવા છતાં તેઓ સદા પ્રસન્ન અને પ્રફુલ્લિત રહી શક્યા છે તેની પાછળ તેઓ એમ જ માને છે કે કોઈ પણ કાર્ય ભગવાનની કર્તૃત્વશક્તિ અને પોતાના ગુરુના આશિર્વાદથી જ થાય છે. આ સમજણથી જ તેઓ હળવા રહી શક્યા હતા.
એકવાર પ્રમુખસ્વામી મહારાજ દિલ્હી ખાતે ‘અક્ષરધામ’ મંદિરના બાંધકામનું નિરીક્ષણ કરવા પધારેલા. ત્યાં બંસીપહાડપુર (રાજસ્થાન)ના ગંજાવર હજારો લાલ પથ્થરનો ખડકલો થયેલો હતો, જે હજુ નિર્માણ કાર્યમાં વપરાવાનો બાકી હતો. મંદિરના નિર્માણકાર્યમાં જોડાયેલા કાર્યકર્તાઓના મનમાં સહેજે એક ભીતિ ઉત્પન્ન થયેલી કે, આ કાર્ય ક્યારે પૂર્ણ થશે? તેઓએ પોતાની મૂંઝવણ પ્રમુખસ્વામી મહારાજને જણાવી ત્યારે ભગવાનની કર્તૃત્વશક્તિમાં અખંડ વિશ્વાસ ધરાવતા તેઓ હળવા રહીને બોલ્યા કે, ‘અમારી છાતી પર તો એક કાંકરીનો પણ ભાર નથી.’
ઈ.સ. ૨૦૦૫માં જયારે ‘અક્ષરધામ’ મંદિરનું નિર્માણકાર્ય સંપન્ન થયું. ત્યારે તેને નિહાળીને સામાન્ય વ્યક્તિથી લઈને વિશ્ર્વભરના મહાનુભાવો-માંધાતાઓ પાંચ જ વર્ષમાં પૂર્ણ થયેલ આ વિરાટ કાર્યને જોઈ પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની પ્રશંસા કરતા થાકતા નો’તા. જેના વિચારો અને કાર્યોને અનુસરનારાની ભરમાળ હજારો-લાખોની હોય તેવા નામાંકિત દિગ્ગજો પણ આ કાર્ય પ્રત્યે નતમસ્તક બનેલા.
વખાણના એક એકથી ચડિયાતા શબ્દોની હવાથી ફુલાયા વિના તદ્દન સ્થિર રહેલા પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજને આ સમયે એક સંતે પ્રશ્ર્ન પૂછ્યો કે, આટલા વખાણ સાંભળી કોઈપણ છકી જાય, ‘જ્યારે આપને કંઈ અસર જ નથી!’ ત્યારે પ્રમુખસ્વામી મહારાજે સહજ જણાવ્યું, આપણાથી ક્યાં કશું થાય છે ! જે થાય છે તે કરનારા ભગવાન છે. ગુરુ યોગીજી મહારાજના સંકલ્પે થાય છે.’
ઈ.સ. ૧૯૮૮ની વિદેશ ધર્મયાત્રા દરમિયાન અમેરિકાના હ્યુસ્ટન ખાતે એક સત્સંગીબંધુ પ્રવીણભાઈએ પૂછ્યું કે, ‘આપની હાજરીમાં આપની આટલી પ્રશંસા થાય છતાં આપ અહંશૂન્ય કેવી રીતે રહી શકો છો?’ પ્રમુખસ્વામી મહારાજે સાહજિક પ્રત્યુતર વાળ્યો, જે કંઇ થાય છે તે ભગવાનને કારણે થાય છે. ‘આપણે કંઈ કરતા હોય તો માન આવે ને !’
‘આવો વિચાર ક્યારે આવે?’ પ્રવીણભાઈએ પૂછ્યું.’
‘આ વિચાર ક્યારેય ટળતો જ નથી.’- કેવળ ભગવાનની કર્તૃત્વશક્તિના અવિરત અનુસંધાન સાથેની પ્રમુખસ્વામી મહારાજના વ્યક્તિત્ત્વની આ વાસ્તવિક જીવનભાવના હતી.
આપણે પણ ગુણાતીતના પગલે પગલે ભગવાનને જ સર્વકર્તા જાણી, ઉદ્વેગ રહિત થઈ હળવાફૂલ બની જીવતા શીખીએ.

RELATED ARTICLES

Most Popular