Homeઆપણું ગુજરાતહાર્દિક પટેલના વિરોધમાં પોસ્ટરો શું વિરમગામમાં ભાજપનો ખેલ બગાડશે?

હાર્દિક પટેલના વિરોધમાં પોસ્ટરો શું વિરમગામમાં ભાજપનો ખેલ બગાડશે?

ગુજરાતના વિરમગામ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હાર્દિક પટેલે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પોતાનો મત આપવાની ફરજ બજાવી હતી અને જણાવ્યું હતું કે તેમની પાર્ટી (ભાજપ) 150 બેઠકો મેળવીને મોટા માર્જિનથી જીતશે. હાર્દિકે ચંદ્ર નગર પ્રાથમિક શાળામાં મતદાન મથક 264 પર મતદાન કર્યું હતું. હાર્દિકે એમ પણ જણાવ્યું હતું કે ગુજરાતના લોકો વિકાસ માટે મત આપશે. દેશમાં અને વિશ્વમાં સુરક્ષા અને સુશાસનનું એક મોડલ ઉભરી આવ્યું છે. આ મોડલ આવનારા દિવસોમાં વધુ મજબૂત બનશે. ગુજરાત વિધાનસભાની આ ચૂંટણી આગામી 20 વર્ષ માટે ગુજરાતનું ભાવિ નક્કી કરશે, એમ જણાવતા હાર્દિકે ઉમેર્યું હતું કે લોકો તેમના પક્ષની તરફેણમાં મત આપી રહ્યા છે.
આ અગાઉ તેમણે લોકોને મતદાન કરવાની પણ અપીલ કરી હતી. જોકે, કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાઇને ચૂંટણી લડતા હાર્દિક પટેલના વિરોધમાં વિરમગામમાં પોસ્ટરો પણ લાગ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે, જે સમાજનો ના થયો તે શું વિરમગામનો થશે…. ? આવા પોસ્ટરોને કારણે અહીંના રાજકીય વાતાવરણમાં ગરમાવો તો છે જ. પોસ્ટરને કારણે હાર્દિક પટેલને કોઇ નુક્સાન થાય છે કે નહીં એ તો આવનારો સમય જ કહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular