ટીમ ઈન્ડિયા આવતીકાલથી હાર્દિક પંડ્યાના નેતૃત્વ હેઠળ શ્રીલંકા સામે ટી-20 સિરીઝ રમશે અને આ સિરીઝ પહેલાં ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પત્રકાર પરિષદમાં ઋષભ પંત અને ટી-20 સિરીઝ વિશે ટીપ્પણી કરી હતી. ઋષભ પંત વિશે કમેન્ટ કરતાં જણાવ્યું હતું કે ઋષભ પંત સાથે જે થયું એ ખરેખર દુઃખદ છે. અમારો પ્રેમ, પ્રાર્થના એની સાથે જ છે. ટીમ માટે તે મહત્ત્વનો પ્લેયર છે. તેની ગેરહાજરીમાં બીજા લોકોને ચાન્સ મળશે. પણ ટીમમાં તેની ગેરહાજરીથી ચોક્કસ જ અસર થશે. ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે પહેલી ટી-20 મેચ મંગળવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. હાર્દિકે પ્રેસ કોન્ફરન્સમાં એવું પણ જણાવ્યું હતું કે હાલમાં તો ટીમ ઈન્ડિયાનું પૂરેપૂરું ફોકસ વર્લ્ડ કપ પર જ રહેશે અને રહી વાત ઋષભ પંતની તો આખી ટીમ ઋષભ પંત સાથે તેના આ મુશ્કેલીના સમયમાં ઊભી છે.
ઋષભ પંત વિશે શું બોલ્યો હાર્દિક પંડ્યા???
RELATED ARTICLES