હાર્બર લાઇનની ટ્રેનસેવા ખોટકાઈ

અવર્ગીકૃત આમચી મુંબઈ

Harbour local service disrupted, a coach of local derailed at CSMT station

હાર્બર લાઇનની ટ્રેનસેવા ખોટકાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મધ્ય રેલવેની હાર્બર લાઇનમાં સવારે લોકલ ટ્રેનનો એક કોચ પાટા પરથી ખડી પડવાનાં અકસ્માતને કારણે લોકલ ટ્રેનસેવા ખોટકાઇ હતી, પરિણામે પ્રવાસીઓને ટ્રેનોમાં ટ્રાવેલ કરવાનું હાલાકીભર્યું રહ્યું હતું. જોકે આ બનાવમાં કોઈને જાનહાનિ થઈ નથી, એમ અધિકારીએ દાવો કર્યો હતો.
મગળવારે સવારે ૯.૩૯ વાગ્યાના સુમારે આ અકસ્માત થયો હતો.
હાર્બર લાઈનના એક નંબરના plateform પરથી પનવેલ લોકલ રવાના થઈ રહી હતી ત્યારે ટ્રેન dead end પર ટકરાતાં ટ્રેનનો એક કોચ ટ્રેક પરથી ખડી પડયો હતો. અત્યાર સુધીમાં સદનસીબે કોઈને ઇજા પહોંચી હોવાના સમાચાર મળ્યા નથી. હાલમાં હાર્બર લાઈનની લોકલ ટ્રેનને બે નંબરના plateform પરથી દોડવાઇ રહી છે, તેથી તમામ ટ્રેનો તેના નિયત સમયપત્રકથી મોડી દોડી રહી છે, જ્યારે ટ્રેન restoration નું કામ પુરજોશમાં ચાલુ છે, એમ મધ્ય રેલવેનાં અધિકારીએ જણાવ્યું હતું.

દરમિયાનમાં ટ્રેનસેવા ખોટકાઇ જવાને કારણે રઝળી પડેલા લોકોની વહારે બીઇએસટી આવી હતી. બેસ્ટે વડાલા અને CSMT વચ્ચે વધારાની બસો દોડાવીને પ્રવાસીઓને રાહત આપવાનો પ્રયત્ન કર્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.