મુંબઈઃ લોકલ ટ્રેન એ મુંબઈની લાઈફલાઈન સમાન છે અને રોજે લાખો મુંબઈગરાને તેમના ગંતવ્યસ્થાને પહોંચાડવાની જવાબદારી આ લાઈફલાઈન સુપેરે ઉઠાવે છે. પરંતુ આજે અઠવાડિયાના પહેલાં જ દિવસે મુંબઈગરાની આ લાઈફલાઈન ખોટકાતા તેમને ભાગે હાલાકિ ભોગવવાનો વારો આવ્યો છે. હાર્બર લાઈનમાં રે રોડ સ્ટેશન નજીક ઓવરહેડ વાયરમાં ખામી સર્જાતા ટ્રેનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હોવાની માહિતી મળી રહી છે. મળી રહેલી પ્રાથમિક માહિતી અનુસાર સોમવારે બપોરે સાડાત્રણ વાગ્યાની આસપાસ રે રોડ સ્ટેશન નજીક બપોરના 3.40 વાગ્યાના સુમારે ઓએચઈ પર કેબલ પડ્યો હતો, તેથી ટ્રેનસર્વિસમાં ખામી સર્જાઈ હતી જેને કારણે હાર્બર લાઈન પરનો ટ્રેનવ્યવહાર પૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સોમવારે બપોરના 4.10 વાગ્યાના સુમારે મરમ્મત કામકાજ પૂરું કરવામાં આવ્યા પછી ટ્રેનસેવા ચાલુ કરવામાં આવી હતી, પરંતુ પીકઅવર્સ સુધી ટ્રેનસેવા પર અસર પડવાને કારણે ટ્રેનો અડધો કલાકથી વધુ મોડી પડતા પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી.
અઠવાડિયાના પહેલાં જ દિવસે ખોટકાઈ લાઈફલાઈન
RELATED ARTICLES