શ્રીસંતને થપ્પડ મારવી એ મારી ભૂલ હતી: હરભજન સિંહ

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ સ્પિનર ​​હરભજન સિંહ ભારતના સૌથી સફળ બોલરોમાંથી એક છે. હરભજન સિંહ પોતાની રમતની સાથે-સાથે અનેક વિવાદોને કારણે પણ ચર્ચામાં રહ્યા હતા. હરભજન સિંહે તાજેતરમાં 14 વર્ષ પહેલા થયેલી ભૂલ માટે માફી માંગી હતી. હરભજનની આ ભૂલે રમતની ભાવનાનો છેદ ઉડાવી દીધો હતો.

આઈપીએલની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી. પહેલી જ સિઝનમાં હરભજન સિંહ આઈપીએલના સૌથી મોટા વિવાદોમાંનો એક ભાગ રહ્યો હતો. હરભજને મેદાનમાં જ ફાસ્ટ બોલર એસ શ્રીસંતને થપ્પડ મારી હતી. હરભજન સિંહે મેચ હાર્યા બાદ ગુસ્સામાં આવું કર્યું હતું. આ થપ્પડની ઘટનાને કોઈ ભૂલી શક્યું નથી. હરભજન સિંહે હાલમાં જ આ ઘટના પર અફસોસ વ્યક્ત કર્યો છે અને 14 વર્ષ બાદ પોતાની ભૂલ સ્વીકારી છે.

REVEALED: Harbhajan Singh tells why he slapped Sreesanth in Indian Premier  League... | Cricket News | Zee News

આઈપીએલની પ્રથમ સિઝનમાં હરભજન સિંહ મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો અને એસ શ્રીસંત કિંગ્સ ઈલેવન પંજાબનો ભાગ હતો. આઈપીએલમાં આ ઘટના બાદ હરભજન પર સિઝનમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારબાદ તેના પર પાંચ વન-ડે માટે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હરભજન સિંહે તાજેતરમાં જણાવ્યું હતું કે, ‘જે થયું તે ખોટું હતું. મારાથી ભૂલ થઈ ગઈ હતી. મારા કારણે મારા સાથી ખેલાડીઓને શરમનો સામનો કરવો પડ્યો હતો અને હું પણ શરમ અનુભવતો હતો. રમત દરમિયાન લાગણીઓ પર નિયંત્રણ રાખવું પડે છે. તે દિવસે જે કંઇ પણ થયું તે મારી ભૂલ હતી. જો મને એક ભૂલ સુધારવાનો મોકો મળ્યો તો તે એ હશે કે હું મેદાન પર એસ શ્રીસંત સાથે કેવી રીતે વર્તુ આવું નહોતું થવું જોઈતું.

એસ શ્રીસંત ભારતના સ્ટાર ફાસ્ટ બોલરોમાંથી એક છે. તેઓ 2007 અને 2011 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતા. IPLમાં તેઓ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા હતા. 27 ટેસ્ટ મેચો સિવાય તેમણે ભારત માટે 53 ODI અને 10 T20 રમી છે. જેમાં તેના નામે 169 વિકેટ છે. એસ શ્રીસંત આઈપીએલમાં 44 મેચ રમ્યા છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.