Har Ghar Tiranga Campaign of bollywood
હર ઘર તિરંગા અભિયાનને રંગે રંગાયુ બોલીવૂડ
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસર પર દેશના દરેક નાગરિકને 13 થી 15 ઓગસ્ટ દરમિયાન યોજાનાર તિરંગા અભિયાનમાં ભાગ લેવા અને પોતાના ઘર અને ઓફિસની બહાર તિરંગો લહેરાવવા અપીલ કરી છે. વડા પ્રધાન મોદીની આ અપીલને બોલીવૂડ સ્ટાર્સ તરફથી ભારે સમર્થન મળી રહ્યું છે. દરેક બોલીવૂડ સ્ટાર્સના ઘર, બંગલા, ઑફિસની બહાર તિરંગો લહેરાવેલો જોવા મળી રહ્યો છે.
અનેક ફિલ્મ સ્ટાર્સે હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લીધો છે.

સ્ટાર્સે પોતાના ઘરની ટેરેસ, બાલ્કનીઓ, બંગલા અને ઓફિસ પર તિરંગો લગાવ્યો છે. બોલીવૂડના દિગ્ગજ કલાકાર અનુપમ ખેર, અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, અનીલ કપૂર, અક્ષય કુમાર, સની દેઉલ, રાની મુખર્જી- આદિત્ય ચોપરા, રિતિક રોશન, અર્જુન કપૂર, શિલ્પા શે્ટ્ટી, આમિર ખાન, અજય દેવગન, સારા અલી ખાન, હેમા માલિની, રાજકુમાર રાવ, દક્ષિણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સ્ટાર અભિનેતા મોહનલાલ વગેરે અનેક સ્ટાર્સે તેમના ઘર-ઑફિસ, બાલ્કનીમાં તિરંગા લગાવ્યા છે.  અનિલ કપૂરે તો તેના બંગલાને તિરંગાના રંગથી શણગાર્યો છે.

આઝાદીના આ અમૃત ઉત્સવ પર દેશ પ્રત્યેની તેમની દેશભક્તિનું આ ઉદાહરણ પ્રશંસનીય છે.

Google search engine