#harghartiranga અભિયાન અંતર્ગત 10 લાખ લોકોને મળ્યો રોજગાર

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દેશભરમાં લોકો સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં મશગુલ છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) દ્વારા શરૂ કરવામાં આવેલા હર ઘર તિરંગા અભિયાન (Har Ghar Tiranga Abhiyan) ની મદદથી વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતની ઝુંબેશને પણ ગતિ મળી છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર આ વર્ષે દેશભરમાં 30 કરોડથી વધુ રાષ્ટ્રીય ધ્વજનું વેચાણ થયું છે અને આ વેચાણથી અંદાજે 500 કરોડ રૂપિયાનો વેપાર થયો છે.

Confederation of All India Traders (કૈટ) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાષ્ટ્રભક્તિ અને સ્વરોજગારથી જોડાયેલી આ ઝુંબેશે દેશભરના લોકોમાં દેશભક્તિની અદ્ભુત ભાવના અને કોઓપરેટિવ વેપારની મોટી સંભાવનાઓ ઉભી કરી છે. રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે લોકોના સમર્પણ અને ઉત્સાહને જોઈને કૈટએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે 15 ઓગસ્ટ 2022થી 15 ઓગસ્ટ 2023 દરમિયાન સ્વરાજ વર્ષની ઘોષણા કરવામાં આવે એવી અપીલ કરી છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ફક્ત 20 દિવસના સમયગાળામાં 30 કરોડથી વધુ ધ્વજનું નિર્માણ કરવામાં આવ્યું. દેશના લોકોની અભૂતપૂર્વ માંગને પૂરી કરવા માટે અમે રેકોર્ડબ્રેક સમયમાં જરૂર કરતાં વધુ તિરંગા બનાવી શક્યા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.