ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર એસ. શ્રીસંત આજે પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. મેચ ફિક્સિંગના કારણે 7 વર્ષ માટે પ્રતિબંધિત ભારતીય ફાસ્ટ બોલર એસ. શ્રીસંત રમતથી દૂર રહ્યો હતો. વર્ષ 2013માં શ્રીસંતની કારકિર્દી પર મેચ ફિક્સિંગના આરોપો લાગ્યા હતા. શ્રીસંત 7 વર્ષના પ્રતિબંધ બાદ સપ્ટેમ્બર 2020થી ક્રિકેટમાં પાછો ફર્યો હતો. બે વર્ષ સુધી આઈપીએલની હરાજીમાં કોઈ ખેલાડીએ તેને ખરીદ્યો ન હતો.
આવી છે મેદાન પરના હીરોથી લઈને વિલન સુધીના એસ શ્રીસંતની કહાની :
એસ શ્રીસંતે માર્ચ 2006માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. શ્રીસંતે 27 મેચમાં 87 વિકેટ લીધી હતી અને 281 રન બનાવ્યા હતા. તેણે 53 વનડે રમી છે અને 75 વિકેટ લીધી છે. તેણે ડિસેમ્બરમાં તેની પ્રથમ T20I મેચ રમી, ત્યારબાદ તેણે કુલ 10 મેચ રમી અને 7 વિકેટ લીધી. આ દરમિયાન 2013માં શ્રીસંત પર મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. આ ગુના બદલ શ્રીસંતને આજીવન પ્રતિબંધની સજા ફટકારવામાં આવી હતી. જોકે, 2019 માં તેના આજીવન પ્રતિબંધને ઘટાડીને સાત વર્ષ કરવામાં આવ્યો, જે સપ્ટેમ્બર 2020 માં પૂર્ણ થયો હતો. તેણે 2021માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે 20-સદસ્યની ટીમમાં સ્થાન મેળવ્યા બાદ કેરળ ક્રિકેટ એસોસિએશન (KCA) માટે પુનરાગમન કર્યું હતું.
25 ઓક્ટોબર, 2006ના રોજ નાગપુરમાં શ્રીલંકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર શ્રીસંત 2007માં પહેલો T20 વર્લ્ડ કપ અને 2011માં ODI વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો પણ ભાગ હતો. મહેન્દ્ર સિંહ ધોનીની.. 2007માં, શ્રીસંતે જ મિસ્બાહ-ઉલ-હકનો કેચ પકડીને T20 વર્લ્ડ કપ ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમને જીત અપાવી હતી.
શ્રીસંતે 9 માર્ચ 2022ના રોજ ટ્વિટર પર ટ્વીટ કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી.
એસ. શ્રીસંતને જન્મદિવસની વધાઇ.