વિશ્વભરના ચાહકો તરફથી એમએસ ધોની માટે શુભેચ્છાઓનો વરસાદ

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

v41 વર્ષનો મહેન્દ્ર સિંહ ધોની આજે પોતાનો જન્મદિવસ લંડનમાં સેલિબ્રેટ કરી રહ્યો છે. ક્રિકેટમાં તેના શરૂઆતના દિવસોથી લઈને આજના દિવસ સુધી, કેપ્ટન કૂલ મેદાન પર અને મેદાનની બહાર ક્યારેય લોકોના દિલ જીતવામાં નિષ્ફળ ગયો નથી. એમએસ ધોની તેના ચાહકો માટે માત્ર એક ખેલાડી નથી. ધોનીને સેંકડો લોકો પસંદ કરે છે, હજારો લોકો પ્રેમ કરે છે, લાખો લોકો તેની મૂર્તિ બનાવે છે અને લાખો લોકો તેની પૂજા કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Singh (@sakshisingh_r)

ધોની ઈતિહાસમાં એકમાત્ર એવો કેપ્ટન છે જેણે ODI વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી સહિત ત્રણેય મોટી ICC ટ્રોફી જીતી છે. તે ઉપરાંત, તેણે આઇપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ કર્યું છે અને ચાર આઈપીએલ ટાઇટલ પણ જીત્યા છે.
માહીએ તેની કારકિર્દીમાં 90 ટેસ્ટ, 350 વન-ડે અને 98 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ધોની હજુ પણ આઇપીએલ રમી રહ્યો છે. આઇપીએલ-2022માં તેનું ખાસ પ્રદર્શન રહ્યું નહોતું.
ધોનીએ તેની સમગ્ર કારકિર્દી દરમિયાન 7 નંબરની જર્સી પહેરી હતી, તેથી તેની સરખામણી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે પણ કરવામાં આવે છે.
આજે તેના જન્મદિવસે તેના પર વરસેલા શુભેચ્છાઓના વરસાદની ઝલક માણીએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.