ફિલ્મ કે ટીવીનું કોઇ જ બેકગ્રાઉન્ડ નહીં, કોલેજની ફી નીકળે માટે બાળકોને ડ્રામાં શીખવાડવો, મુંબઇમાં ટકી રહેવા માટે જેણે થંડા પીણાની ક્રેટ ઉચકીને પણ ગુજરાન ચલાવ્યું અને એક સમયે જે કલાકારને એક રીયાલીટી શોના પહેલાં જ ઓડિશનમાં રિજેક્શન મળ્યું અને આજે એ કલાકાર છે કિંગ ઓફ કોમેડી… જી હા વાત છે કોમેડી કીંગ કપીલ શર્માની ત્યારે કોમેડીના આ સરતાજ ને જન્મ દિવસની શુભકામનાઓ.

કપીલ શર્માની સાચી સરનેમ કદાચ જૂજ લોકોજ જાણે છે. તેની સાચી સરનેમ હતી પૂંજ પણ કપીલને લાગ્યું કે તેના નામ સાથે શર્મા વધારે સારું લાગશે તેથી તેણે પોતાની સરનેમ બદલીને કપીલ પુંજની જગ્યાએ કપીલ શર્મા કરી દીધી. તેના 2 એપ્રિલ 1981માં જન્મેલ કપીલના પિતા જીતેન્દ્ર કુમાર પુંજ એક પોલીસ કોન્સ્ટેબલ હતાં. કેન્સરની બિમારીમાં તેમનું 2004માં નિધન થયું હતું. કપીલનો ભાઇ પણ પોલીસ કોન્સ્ટેબલ છે. પિતાના અવસાન બાદ કપીલ પર ઘણી જવાબદારી આવી ગઇ હતી.

કપીલ કોલેજ ટાઇમમાં થિયેરમાં કરતો તેથી તેને ઘણી કોલેજ સ્કોલરશીપ પર એડમીશન આપવા તૈયાર હતી. જેથી તે યુથ ફેસ્ટીવલમાં કોલેજને જીતાડી શકે. કોલેજ દ્વારા કપીલને પૂછવામાં આવતું કે ક્યાં અભ્યાસક્રમમાં એડમીશન લેવું છે ત્યારે તે કહેતો કે જે સૌથી મોંઘો હોય એ. ત્યારે એક કોલેજે તેને કમર્શીયલ આર્ટમાં એડમીશન લેવા કહ્યું કપીલે એડમીશન લીધું પણ એને આ અભ્યાસક્રમ શું છે એ પણ ખબર નહતી. પાછળથી કપીલે કમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી કરી.
મુંબઇ આવ્યા બાદ ગુજરાન ચલાવવા માટે કપીલે પીસીઓ, કાપડ મીલમાં કામ કર્યું. એટલું જ નહીં પૈસા માટે તેણે ઠંડાપીણાની ક્રેટ ઉપાડવા જેવા મજૂરીના કામો પણ કર્યા. જોકે તેની સ્ટ્રગલ રંગ લાવી અને આજે આ પોલીસ કોન્સ્ટેબલનો દિકરો કોમેડી કીંગ કપીલ શર્મા બની ગયો.