અમુક અભિનેત્રીઓ ભલે ઘણી ફિલ્મોમાં ન દેખાઈ હોય કે તે તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર બહુ ચાલી ન હોય છતાં તેઓ દર્શકોના મન પર પોતાની છાપ છોડી જતી હોય છે. આવી જ એક અભિનેત્રી ગુલ પનાગનો આજે જન્મ દિવસ છે. ગુલે મિસ યુનિર્વસ પેજન્ટમાં પણ ભાગ લીધો હતો. લગભગ ૨૦૦૩થી તેણે બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. ધૂપ, ડોર, રણ, અબ તક છપ્પન જેવી ફિલ્મોમાં દર્શકોએ તેની હાજરીની નોંધ લીધી હતી. તો પાતાલ લોક, મનોરંજન, ધ ફેમિલી મેન જેવી સિરિઝમાં તેણે સારી ભૂમિકા અદા કરી હતી. સુંદરતાની સાથે ચહેરા પરની માસૂમિયત અને ગાલ પર પડતા ખંજનને લીધે તે અલગ તરી આવે છે. ફિલ્મો ઉપરાંત તે જાણીતી વોઈસ આર્ટિસ્ટ પણ છે. સોશિયલ મીડિયા પર તે એક્ટિવ રહે છે. ઋષી અટારી સાથે તેણે લગ્ન કર્યા છે.
પંજાબમા જન્મેલી ગુલ આર્મી પરિવારમાંથી આવે છે. તે સામાજિક કાર્યો પણ કરતી રહે છે. વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં તે આમ આદમીની ટિકિટ પરથી ચંદીગઢ બેઠક પરથી લડી હતી, જ્યાંથી અન્ય એક અભિનેત્રી કિરણ ખેર વિજયી બન્યાં હતા