હાથમાં યેલ્લો કલરનો મગ લઈને આઈ એમ અ કોમ્પ્લાન બોય કહેતો ચોકલેટી બોય યાદ છે…જોકે આ એડવર્ટાઈઝમેન્ટ ઘણા સમયથી ટીવી પર આવતી નથી, પરંતુ 90ના દાયકામાં આ એડ જોયા બાદ લગભગ દરેક છોકરાઓ હાથમાં મગ કે કપ લઈને બોલતા આઈ એમ એ કોમ્પ્લાન બોય અથવા તો કોમ્પ્લાન ગર્લ. આ ચોકલેટી બોય આજે તો બે સંતાનોનો પિતા થઈ ગયો છે, જોકે તે આજે પણ એટલો જ ચોકલેટી લાગે છે. ફિલ્મજીવન-પ્રેમપ્રકરણ વગેરેમાં ઉતાર ચડાવ જોઈ ચૂકેલા આ હીરોનો આજે જન્મ દિવસ છે. 25 ફેબ્રુઆરીના રોજ અભિનેત્રી માતા અને પિતાના સંતાન શાહીદ કપૂરનો જન્મ થયો હતો. ખૂબ જ મજાયેલા પિતા પકંજ કપૂર અને એટલી જ સારી અભિનેત્રી માતા નીલીમા અઝીમનો પુત્ર છે શાહિદ. જોકે તેના જન્મ બાદ માતા-પિતા અલગ થયા અને પોતાનો અલગ સંસાર માંડ્યો. શાહિદ દિલ્હીમાં માતા સાથે રહેતો. શાહિદે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવા અને પગ જમાવવા ઘણો સંઘર્ષ કર્યો. ઐશ્વર્યા રાય અને અનિલ કપૂરની ફિલ્મ તાલ અને માધુરી-કરિશ્મા અને શાહરૂખની ફિલ્મ દિલ તો પાગલ હૈમાં તે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે દેખાયો. કોરિયોગ્રાફર શામક દાવરના એક ખૂબ જ હોનહાર સ્ટુડન્ટે સો વાર ઓડિશન આપ્યા અને સો વાર રિજેક્ટ થયા બાદ તેને ઈશ્કવિશ્ક ફિલ્મ મળી. તેની નોંધ લેવાઈ, પણ ચોકલેટી બોય તરીકેની તેની ઈમેજ બની ગઈ. વિવાહમાં તેની અભિનયકળા ખીલી. તે બાદ જબ વી મેટ, હૈદર,કમીને, ઉડતા પંજાબ,જર્સી,કબીર સિંહ જેવી ફિલ્મોથી તેણે પોતાનો સિક્કો જમાવ્યો. અભિનેત્રી કરીના કપૂર સાથેના પ્રેમસંબંધોમાં તિરાડ પડી અને તેણે એક સાદી સીધી મીરા નામની છોકરી સાથે લગ્ન કરી લીધા. તેમના બન્ને સંતાનો સાથે શાહીદ સુખી જીવન વિતાવી રહ્યો છે. તેને જન્મદિવસની શુભેચ્છા