Homeટોપ ન્યૂઝહેપ્પી બર્થ ડેઃ નાનપણમાં ડિસ્લેક્સિયાથી પીડાતો હતો આજનો બર્થ ડે બોય

હેપ્પી બર્થ ડેઃ નાનપણમાં ડિસ્લેક્સિયાથી પીડાતો હતો આજનો બર્થ ડે બોય

આમિર ખાનની તારે ઝમીન પર ફિલ્મમાં દર્શીલ સફારીને ડિસ્લેક્સિયા નામની બીમારી હોય છે, જેને લીધે બાળકોની શિખવાની ક્ષમતા થોડી ધીમી પડી જતી હોય છે અને તે સામાન્ય બાળકો કરતા થોડા ધીમા હોય છે, પરંતુ તેમની બુદ્ધિ કે ક્ષમતા અન્યો કરતા ઓછી નથી હોતી. આવી જ સ્થિતિ નાનપણમાં હતી અભિષેક બચ્ચનની. નવ વષર્ની ઉંમરે આ બહાર આવતા તેને યુરોપીયન સ્કૂલમાં મૂકવામા આવ્યો હોવાનું મીડિયા રિપોર્ટ્સ જણાવે છે. હા, આજે તેનો જન્મદિવસ છે. પિતા અમિતાભ બચ્ચને એટલી ઊંચાઈ સર કરી કે પુત્રની સફળતા ધ્યાનમાં ન આવી અને સીધી સરખામણીનો ભોગ અભિષેક બન્યો, પરંતુ યુવા, ધૂમ, ગુરુ જેવી ફિલ્મોથી તેણે પોતાની અભિનયક્ષમતા પુરવાર કરી જ છે. અભિષેક દરેક યુવાન માટે અને ખાસ કરીને શ્રીમંત કે અત્યંત સફળ મતા-પિતાના સંતાનો માટે એક આદર્શ ગણી શકાય. આટલા વર્ષોમાં તે ક્યારેય કોઈ વિવાદમાં ફસાયો નથી. અભિષેકે ક્યારેય જીવનમાં લીકર કે અન્ય કોઈ વ્યસનને હાથ લગાડ્યો નથી. લીકરની બ્રાન્ડની એડવર્ટાઈઝ કરવાના સાત-આઠ કરોડ મળતા હોવા છતાં યુવાનોમાં ખોટા દાખલા ન બેસાડવા તેણે તેને નકારી હતી. તો પોતે પિતાની સાથે રહેતો તેમના ઘરમાં રહે છે તેવી એક ટ્વીટર યુઝરે કરેલી ટીખળના જવાબમા તેણે લખ્યું હતું કે હા, હું તેમની સાથે રહું છું અને આનું મને અભિમાન છે. તેમને જ્યારે જરૂર છે ત્યારે હું તેમની સાથે છું, જેમ મારે જ્યારે જરૂર હતી ત્યારે તેઓ હતા. તમે પણ આમ કરો, તમને પણ ખૂબ સારું લાગશે.
અભિષેક ઘણીવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થાય છે, પરંતુ તે ગુસ્સે થવાને બદલે ખૂબ જ ચતૂરાઈપૂર્વક તેના જવાબ આપી ટ્રોલર્સને શરમાવી દે છે. અભિષેકે મીસ વર્લ્ડ અને ભારતીય સિનેમાની સૌથી સુંદર અભિનેત્રીઓનીમાંની એક ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા છે. બન્નેને એક દિકરી આરાધ્યા છે અને સોશિયલ મીડિયા પર ત્રણેય ધૂમ મચાવે છે. અભિષેકે થોડા સમય પહેલા કાન વિંધાવ્યા હતા, તેનું કારણ એ હતું કે પુત્રી આરાધ્યાએ એકલાએ કાન વિધાવવાનું દુઃખ સહન કરવું ન પડે તેથી પોતે પણ તે તકલીફ વેઠી. અભિષેક આજે પણ ઘણી બ્રાન્ડનો એમ્બેસેડર છે. તેની કબડીની ટીમ છે અને તે ફૂટબોલ ક્લબ ચલાવે છે. અભિ-એશ તેમના સર્કલમાં તેમના શિસ્ત અને નમ્રતા માટે જાણીતા છે. રિફ્યુજીથી કારકિર્દીની શરૂઆત કરતા આ હીરોએ હજુ તેનું હીર મજબૂતપણે સાબિત કરવાનું બાકી છે ત્યારે તેને જલદીથી આવી તક મળે તેવી આજની દિવસે શુભકામનાઓ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular