Homeટોપ ન્યૂઝહેપ્પી બર્થ ડેઃ લીડ રોલ ન કર્યા હોવા છતાં દર્શકોના દિલો પર...

હેપ્પી બર્થ ડેઃ લીડ રોલ ન કર્યા હોવા છતાં દર્શકોના દિલો પર રાજ કર્યું છે આ ગુજરાતણે

માથા પર મોટો ગોળ ચાંદલો, મોટે ભાગે પલ્લુંથી માથું ઢાકેલું, સાડી પહેરેલી આ કલાકારા ભારતીય મહિલાને આબેહૂબ પડદા પર રજૂ કરતી હતી. લીડ રોલ ન હોય તેમ છતાં દર્શકોના હૃદયમાં તેમનું સ્થાન તેમણે બનાવ્યું અને લાંબા સમય સુધી ફિલ્મો અને ટીવી સિરિયલો દ્વારા દર્શકો સાથે નો નાતો જાળવી રાખ્યો. વાત કરીએ છીએ આજના દિવસે એટલે કે ચોથી માર્ચ, 1922ના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં જન્મેલા દીના પાઠકની. ઘણી નાની ઉંમરથી અભિનયમાં જોડાયેલા દીના પાઠકે ભવાની થિયેટર જોઈન કર્યું અને નાટકો દ્વારા સ્વતંત્રતાની આગ લોકોમાં પેટવવામાં યોગદાન આપ્યુ. આને લીધે અંગ્રેજી શાસન દરમિયાન સમસ્યાઓનો સામનો પણ કર્યો.
1948માં ફિલ્મ કરિયાવરથી ગુજરાતી ફિલ્મજગતમાં પગ મૂક્યો અને લગભગ 120 કરતા વધારે ફિલ્મોમાં કામ કર્યું. ખૂબસૂરત, મીર્ચ મસાલા જેવી ઘણી ફિલ્મોમાં તેમની ભૂમિકા લીડ અભિનેત્રી બરાબરની રહેતી. કુદરતી હાવભાવ અને સંવાદ બોલવાનો અનોખો અંદાજ તેમને અન્યોથી અલગ પાડતો. તેઓ એ સમયે ફિલ્મી દુનિયામાં આવ્યા હતા જ્યારે મહિલાઓ આ ક્ષેત્રમાં આવે તેને હલકી નજરથી જોવામાં આવતું. પણ ફીકર કર્યા વિના તેઓ અડીખમ રહ્યા અને નામ કમાયા. અભિનેત્રી સાથે તેઓ સમાજ સુધારક પણ હતા.
દીના ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે દરજીકામ કરતા બલદેવ પાઠકના પ્રેમમાં પડ્યા. બલદેવ દિલીપ કુમાર અને રાજેશ ખન્નાના કપડા સિવતા. બન્ને પરણી ગયા. આટલા સફળ હોવા છતાં દીના પાઠકે જીવનનો મોટા ભાગનો સમય ભાડાના મકાનમાં વિતાવ્યો. મોરના ઈંડા ચિતરવા ન પડે તે ન્યાયે તેમની બન્ને દીકરી સુપ્રિયા અને રન્ના પાઠક પણ ખૂબ જ સારી અભિનેત્રી તરીકે જાણીતી છે. આવા અવ્વલ દરજ્જાના અભિનેત્રી ગુજરાતી હોય ત્યારે વધારે ગૌરવની લાગણી થાય. આજે જન્મદિવસે તેમને સમૃતિના પુષ્પો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular