Homeવાદ પ્રતિવાદસુખ કાયમી નથી તેની સાથે દુ:ખનો અતૂટ નાતો

સુખ કાયમી નથી તેની સાથે દુ:ખનો અતૂટ નાતો

મુખ્બિરે ઈસ્લામ – અનવર વલિયાણી

દિલ ગયા, રૌનકે હયાત ગઇ,
ગમ ગયા, સારી કાએનાત ગઇ.
ઉર્દૂ ભાષાના મશહૂર શાયર જેમણે વીતેલા યુગની હિન્દી ફિલ્મો માટે સદાબહાર ગીતો પણ રચ્યાં હતાં, એ સદ્ગત સાહિર લુધિયાનવી સાહેબની એક ગઝલનો આ શે’ર છે. સાહિર સા’બે આ શે’રમાં પોતાના હૃદયની વ્યથા ઠાલવી છે. ઉપરાંત તેમાં એક મોટો બોધ સુધ્ધાં સમાયેલો છે. સાહિર સા’બ જણાવે છે કે, દિલ લૂંટાઇ જાય તો જિંદગીની રોનક છીનવાઇ જાય છે, પરંતુ ગમ અર્થાત્ દુ:ખ માનવીના દિલમાંથી અથવા જીવનમાંથી ચાલી જાય તો સમગ્ર વિશ્ર્વ લૂંટાઇ જવા સમાન એ બાબત છે.
ભલે સાહિર લુધિયાનવી સાહેબે માશૂકા અર્થાત્ પ્રેમિકાનો વિરહ જીરવી રહેલા આશિક અર્થાત્ પ્રેમીના હૃદયની વ્યથાને આ શે’રમાં વ્યક્ત કરી હોય, પરંતુ તે માત્ર માશૂકા અને આશિક સુધી સીમિત નથી. શાયર સા’બ સાથોસાથ એવું પણ કહેવા માગે છે કે જિંદગીમાં સુખ જ સર્વસ્વ નથી. દુ:ખ પણ જીવનનું એક મહત્ત્વનું અંગ છે.
* સુખ કાયમી નથી. તેની સાથે દુ:ખનો અતૂટ નાતો છે.
* દુ:ખ માનવીના જીવનની ખરી કસોટી છે.
* સુખની વ્યાખ્યા કરવી સાવ સહેલી છે, પરંતુ દુ:ખનું અર્થઘટન કરવું આસાન નથી. સાહિર સાહેબે તેનું વાસ્તવમાં સાચું અર્થઘટન કર્યું છે.
* સુખ અને દુ:ખ જીવનનું ચક્ર છે.
* કશાકનો રંજ અને ગમ માનવીના જીવનમાં હોવો જ જોઇએ.
* દુ:ખમાંથી જ પ્રેરણા મેળવીને માનવી ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી ફરી બેઠો થઇ શકે છે.
* સુખમાં માનવીની કસોટી નથી થતી, દુ:ખમાં જ થાય છે.
વહાલા વાચક મિત્રો! દીને ઇસ્લામમાં લગભગ એક લાખ ચોવીસ હજાર જેટલા પયગંબરો અર્થાત્ અલ્લાહનો પયગામ લાવેલા સંદેશવાહકો થઇ ગયા. જેમાં કેટલાંક પયગંબરોના નામથી આપણે પરિચિત છીએ. આ ધર્મનું જ્ઞાન આપનારા સંદેશ વાહકો, મહાનુભાવોનાં કથનો વાક્યોને ઇસ્લામી પરિભાષામાં હદીસ કહેવામાં આવે છે. આ હદીસ શરીફના પાના ફેરવો તો તમને નિશ્ર્ચિંત પણે તેમના જીવનમાં દુ:ખદ કસોટીમાંથી તેઓ કેટલી હદે સબ્ર ધારણ કર્યો તે વિશેનું વર્ણન વાંચવા મળશે.
સાહિર લુધિયાનવીએ ગમ અર્થાત્ દુ:ખ સુધ્ધાંને જીવનની મહામૂલી મૂડી તરીકે ઓળખાવી તેના વિના સમગ્ર વિશ્ર્વ નકામું ફિલસૂફીભર્યું અર્થઘટન કર્યું છે.
કહેવાનો ભાવાર્થ એટલો જ કે, સુખનો લહાવો માણવો જ વિશ્ર્વમાં બધું નથી, દુ:ખ ઝેલવામાં પણ અનેરો આનંદ સમાયેલો છે અને દુ:ખની લાગણીમાં પણ નિરાશાના વાદળ વચ્ચે આશાનાં કિરણની અનુભૂતિ અર્થાત્ અહેસાસમાં આવો અનેરો આનંદ માણી શકાય છે.
જેમ સુખ કાયમ નથી તેમ દુ:ખ પણ કાયમ નથી. અત્રે દર્શાવેલ બે જુદા જુદા શાયરોનાં ગીતની પંક્તિઓ દુ:ખ પછી સુખ બેશક હોવાનો પયગામ આપનાર બની રહેવા પામશે:
ગમ કી અંધેરી રાત મેં,
દિલ કો ન બેકરાર કર,
સુબહ ઝરૂર આએગી,
સુબહ કા ઇન્તેઝાર કર.
દુ:ખ ભયે દિન બીતે રે ભૈયા,
બહુ સુખ આયો રે,
રંગ જીવન મેં નયા લાયો રે…!
– આ પંક્તિમાં સુધ્ધાંમાં એવો બોધ સમાયેલો છે કે ગમ અર્થાત્ દુ:ખ ઝેલ્યા વિના જીવન નિરર્થક છે. દુ:ખ ઝેલ્યા પછી જ સાચું સુખ અનુભવી શકાય છે.
– સલિમ સુલેમાન
આજની હિદાયત
માનવીને માનવીનો સહારો મળે તો જીવતર ઉજમાળું બની જાય છે, સહારા વિનાનું જીવતર અકારું બની જાય છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular