હાથ પહોળા અને સંકડામણમાં: હાથવગી કહેવતો

ઉત્સવ

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

મનુષ્ય શરીરમાં આંગળીના ટેરવાથી કોણી સુધીનો અવયવ હાથ, કર કે પાણિ તરીકે ઓળખાય છે. વપરાશમાં હાથ હાથવગો છે. હાથવગો – હાથવગું એટલે જ્યારે જોઈએ ત્યારે હાથમાં આવી શકે એવું, ઉપયોગમાં લઈ શકાય એવું. હાથ ભાષામાં પગથી માથા સુધી એમ ચારેકોર ફેલાયેલો છે. અનેક અર્થ સાથે સંકળાયેલા હાથનો આર્થિક અર્થ સમજવા જેવો છે. હાથ પહોળા કરવા એટલે છુટ્ટે હાથે પૈસા વાપરવા. એના પરથી કહેવત બની છે કે હાથ કરે પહોળા તો કામ કરે ગોલા. તમારા માટે દરેક કામ કરતા નોકરને ઉદાર બની પૈસા આપો તો એ નોકર ખંતપૂર્વક કામ કરે. અસલના વખતમાં પેઢીના મહેતાજી આનું લાક્ષણિક ઉદાહરણ છે. મહેતાજીને પગાર પેટે બાંધી રકમ મળવા ઉપરાંત ક્ધયાના વિવાહ કે પુત્રના અભ્યાસ માટે શેઠ ઉદાર દિલે પૈસા ગણી આપતા. બદલામાં મહેતાજી દિવસ – રાત જોયા વિના અત્યંત પ્રામાણિકતાથી ખંતપૂર્વક કામકાજ કરતા રહેતા. અહીં ગોલા એટલે નોકર ચાકર એવો અર્થ છે. આવો જ અર્થ ધરાવતી બીજી કહેવત છે હાથ કરે પહોળા તો પરણે ઘાંચી ગોલા. મતલબ કે છુટ્ટે હાથે પૈસા ખર્ચવામાં આવે તો સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતા લોકોનાં લગ્ન પણ લેવાઈ જાય. આને સમાંતર અર્થ ધરાવતી કહેવત છે હાથ પોલો, જગ ગોલો. મતલબ કે હાથ પોલો રાખી પૈસા વાપરવામાં આવે તો દુનિયા આખી ઝૂકી ગુલામ થતી આવે. વિશ્ર્વના ધનપતિઓનો ઈતિહાસ જાણશો તો આ વાત સુપેરે સમજાઈ જશે. પહોળા શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ છે સંકડામણ. પહોળામાં જગ્યાની રેલમછેલ છે તો સંકડામણમાં તંગી છે. હાથ સંકડામણમાં કે સાંકડમાં હોવો એટલે હાથ ભીડમાં હોવો – નાણાંની તંગી – અછતમાં હોવું. અછતનો અર્થ દર્શાવતી એક કહેવત છે હાથમાં નહીં કોડી ને ઊભી બજારે દોડી. મતલબ કે ખિસ્સા ખાલીખમ હોવા છતાં બજારમાં ખરીદી કરવા ઉપડી જવું. વ્યવહારુ સમજણનો અભાવ અથવા દેખાદેખીના દુર્ગુણ અહીં વ્યક્ત થાય છે. હાથ સારા હોવા રૂઢિપ્રયોગમાં ચોખ્ખાઈની વાત છે, પણ સ્થૂળ ભાવે નહીં, સૂક્ષ્મ ભાવે. લેખનમાં કોઈ વ્યક્તિના અક્ષર સુંદર – મરોડદાર હોય તો એનો હાથ સારો છે એમ કહેવાય છે. કોઈ વ્યક્તિ કામકાજમાં અને વ્યવહારમાં પ્રામાણિક – ચોખ્ખી હોય એ માટે પણ એના હાથ એકદમ ચોખ્ખા છે એવો શિરપાવ આપવામાં આવે છે, આ ઉપરાંત કામમાં નિપુણ હોય પ્રવીણ હોય એના માટે સુધ્ધાં હાથ સારા હોવા પ્રયોગ હાથવગો છે. તમે મુખમાં રામ બગલમાં છુરી કહેવત સાંભળી હશે. મનમાં કંઈક હોય અને હોઠ પર સાવ જુદું જ રટણ હોય એવો એની એનો અર્થ પણ જાણતા હશો. હાથમાં માળા ને હૈયામાં લાળા કહેવતમાં એ જ અર્થ છે. હાથમાં માળા રાખી મોઢેથી ઈશ્ર્વરનો જાપ કરવો અને હૈયામાં વેર – ઈર્ષ્યાના ભાવ રાખવા.
———-
म्हणीमागच्या कथा
દરેક ભાષાના રૂઢિપ્રયોગ અને કહેવતો પાછળ વિવિધ અને લાક્ષણિક પ્રસંગ – કથા સંકળાયેલા જોવા મળે છે. એ જાણવાથી કહેવતના જન્મની માહિતી મળે છે. આ સંદર્ભમાં મરાઠી કહેવત असतील शिते तर जमतील भुते કહેવતનો પહેલા શબ્દાર્થ જાણીએ. જ્યાં અન્નના દાણા વેરાયેલા પડ્યા હોય એ વગર મહેનતે ખાવા મળવાના મોહમાં ભૂત સુધ્ધાં ત્યાં પહોંચી જાય. એનો ભાવાર્થ એ છે કે જે જગ્યાએથી લાભ મળવાનો કે ફાયદો થવાની સંભાવના હોય ત્યાં લોકો વણબોલાવ્યા ભેગા થઈ જતા હોય છે. આ કહેવત પાછળની કથા જાણીએ. પત્નીનું અવસાન થવાથી અને બાળકો પરદેશ સ્થાયી થયા હોવાથી ગામના ઘરમાં તેઓ એકલા જ રહેતા હતા. નજીકના ગામમાં સગા – સંબંધીઓ હતા, પણ તેમની સાથે રહેવા કોઈ તૈયાર નહોતું. આ વકીલ સાહેબ ખાવાના ભારે શોખીન અને જીભના ચટાકા પૂરા કરવા નોકરો પાસે મંગાવતા. જોકે, વકીલને એકલા ભાળી નોકરો વસ્તુ લાવતી વખતે છેતરપિંડી કરી થોડા પૈસા પોતાના ખિસ્સામાં સેરવી દેતા. અચાનક હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું. અત્યાર સુધી ખબર અંતર પણ પૂછવા ન આવતા સગા સંબંધીઓ અને બંને સંતાન ગામ આવી પહોંચ્યા. વકીલની સંપત્તિ મેળવવા માટે તેમની વચ્ચે ઝઘડા થવા લાગ્યા. નોકર ચાકરો પણ અગાઉના પૈસા બાકી છે જેવા ખોટા કારણ માંગી વધુ પૈસા માગવા લાગ્યા. આ બધો તમાશો જોઈ આડોશ પાડોશમાં ચર્ચા થવા લાગી કે ‘આમાંના મોટાભાગના લોકો તો પહેલી જ વાર દેખાયા છે અને બાળકો પણ અવસાન પછી આવ્યા છે. આજે બધા સ્વર્ગસ્થની સંપત્તિ માટે ઝઘડી રહ્યા છે. ખરું કહ્યું છે કે असतील शिते तर जमतील भुते. ઈશ્ર્વર સૌને સદબુદ્ધિ આપે.’
———

आसमानी कहावतें

અત્યારે મોસમ છે આકાશને તાકી જોવાની. રાગ મેઘ મલ્હાર ખીલ્યો છે અને વર્ષારાણી રીમઝીમ કરતાં વરસી રહ્યાં છે. આ વાતાવરણમાં આસમાની એટલે કે આકાશ સંબંધિત કહેવતો અને રૂઢિપ્રયોગ માણીએ. શરૂઆત ચચફિિ લજ્ઞ અળલપળણ ણવિં ઠપટળ કહેવતથી કરીએ. टटीरी से आसमान नहीं थमता. એ વાત જાણીતી છે કે ટિટોડી પોતાનો પંજો આકાશ તરફ રાખીને સૂઈ જાય છે જેથી આકાશ તૂટી પડે તો એને ધરાશાયી થતું અટકાવી શકાય. કોઈ વ્યક્તિ પોતાની હિંમત – શક્તિ કરતાં વધુ કામ કરવા તૈયાર થાય કે એ કરવાનો દાવો કરે ત્યારે આ કહેવત વપરાય છે.नए नवाब, आसमान पर दिमागપ્રયોગમાં પણ માનવ સ્વભાવનું પ્રતિબિંબ જોવા મળે છે. પૈસો જોયો ન હોય અને અચાનક ધનવાન થઈ ગયેલા લોકોમાં એ સંપત્તિનો ઘમંડ આવી જતો હોય છે. ખોટો રુઆબ મારતા થઈ જાય છે. નવા ધનવાનની બુદ્ધિ ભ્રષ્ટ થતી હોવાના પણ ઉદાહરણ છે. નવા નવા નવાબી ઠાઠ હોય ત્યારે મોટી મોટી વાતો કરવાની બીમારી લાગુ પડતી હોય છે એ વાત અહીં બખૂબી વ્યક્ત થાય છે. जमीन से आसमान नहीं मिलता કહેવતમાં અત્યંત તફાવત – ફરક ધરાવતી વસ્તુ, બાબત કે વ્યક્તિનો મેળાપ અશક્ય છે એ વાત પર નિર્દેશ કરવામાં આવ્યો છે. ધરતી અને આકાશના રૂપકથી એ વાત પ્રભાવીપણે સ્પષ્ટ થાય છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.