વિદ્યાર્થિનીઓ પર ત્રાસ: હળવદની શાળાની હોસ્ટેલમાં શિક્ષિકાઓ વિદ્યાર્થિનીઓ પાસે ઘરકામ કરાવતી, ના કરવા પર માર મારતી

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના મેરુપર ગામે આવેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં શિક્ષિકાઓ દ્વારા વિદ્યાર્થીનીઓ પર ત્રાસ ગુજારવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ શિક્ષિકાઓ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ પાસે પોતાના ઘરનું કામ કરાવતી અને પોતાનાં બાળકો સાચવવા આપતી. શિક્ષિકાઓના ત્રાસથી કંટાળી 17 વિદ્યાર્થીનીઓ હોસ્ટેલ છોડી ચાલી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ઇન્ચાર્જ શિક્ષણ અધિકારી દોડી આવ્યા હતા. તેમણે વિધાર્થીનીઓ સાથ આપવાને બદલે શિક્ષિકાઓની તરફેણ કરી હતી. શિક્ષણ અધિકારી અને શિક્ષિકાએ વિદ્યાર્થીનીઓને ધાક ધામકી આપી હતી. ત્યાર બાદ ડરી ગયેલી 17 વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
એક તરફ સરકાર ‘બેટી બચાવો બેટી પધાઓ’ અભિયાન ચલાવી રહી છે ત્યારે બીજી તરફ શાળામાં જ દિકરીઓ પર ત્રાસ ગુજારવામાં આવે છે. મેરુપર ગામે કેન્દ્ર સરકારની યોજના અન્વયે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને હોસ્ટેલ કાર્યરત છે, જેમાં આજુબાજુનાં ગામની 50 જેટલી વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં રહી ભણે છે. વિદ્યાર્થીનીઓના કહ્યા પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીનીઓને શિક્ષિકાઓ પોતાનાં બાળકો સાચવવા અને ઘરના કામ કરવાની જવાબદારી સોંપતા. આમ ન કરવા પર વિદ્યાર્થીનીઓને ફૂટપટ્ટીથી મારઝૂડ કરવામાં આવતી હતી.
ધોરણ 8માં ભણતી 17 જેટલી વિદ્યાર્થીનીઓ એક સાથે હોસ્ટેલ છોડીનું કહેતા ત્રાસ ગુજારનારી શિક્ષિકાઓએ ઇન્ચાર્જ અધિકારીને જાણ કરી હતી. અધિકારીએ ત્રાસ ગુજારનારી શિક્ષિકાઓનો પક્ષ લઈ હોસ્ટેલ છોડી જનારી દીકરીઓને ધમકાવી હતી. ત્યાર બાદ ગભરાઈ દીકરીઓની તબિયત લથળી હતી. તમામને સારવાર માટે હળવદ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.
આ અંગે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીની કોઈ પ્રતિક્રિયા આવી નથી. ‘બેટી બચાવો બેટી પધાઓ’ અભિયાન ચલ્વાનારી સરકારના નેતાઓ અને પ્રધાનો જવાબદાર શિક્ષિકાઓ અને અધિકારી પર શું પગલા લેશે એ જોવું રહ્યું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.