Homeદેશ વિદેશદુલ્હન માટે વરરાજાએ ખરીદ્યો મોંઘોદાટ લહેંગો, દુલ્હનને પસંદ ન આવ્યો તો લગ્નનો...

દુલ્હન માટે વરરાજાએ ખરીદ્યો મોંઘોદાટ લહેંગો, દુલ્હનને પસંદ ન આવ્યો તો લગ્નનો કર્યો ઈનકાર

લગ્નની સીઝન શરૂ થઈ ચૂકી છે ત્યારે એક અજીબોગરીબ ઘટના બની છે. ઉત્તરાખંડની હલ્દ્વાનીમાં એક યુવતીને તેના પરણેતરે આપેલો લહેંગ પસંદ ન આવવાથી તેણે લગ્ન કરવા માટે ઈનકાર કરી દીધો હતો.
કહેવાઈ રહ્યું છે કે દુલ્હાએ તેની પરણેતર માટે 10 હજાર રૂપિયાની કિંમ્મતનો લહેંગો મંગાવ્યો હતો, પરંતુ તે દુલ્હનને પસંદ ન આવવાને કારણે તેણે લગ્ન માટે ઈનકાર કર્યો હતો. આ મુદ્દાને લઈને બંને પરિવાર વચ્ચે બોલાચાલી થઈ હતી અને પોલીસને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી. ભારે જહેમત બાદ બંને પક્ષે બેસીને સમજૂતી કરી હતી અને લગ્નને કેન્સલ કરવાનો નિર્ણય લીધો હતો. બંનેની સગાઈ જૂનમાં થઈ હતી અને બંનેના લગ્ન નવેમ્બરમાં નક્કી કરવામાં આવ્યા હતાં.

RELATED ARTICLES

Most Popular