બીદરમાં 103 ફૂટ ઊંચા તિરંગાને ગૃહ પ્રધાન લહેરાવ્યો
બીદરઃ આ વર્ષે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે રાજ્યની મુલાકાતે પહોંચ્યા છે. અહીં ગોરાટાસ્થિત એક શહીદ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન પછી એક રેલીને સંબોધતા તેમને કહ્યું હતું કે ગોરાટા ગામમાં અઢી ફૂટનો તિરંગો લહેરાવવા માટે સેંકડો લોકોને નિઝામની ક્રૂર સેનાએ મોતને ઘાટ ઉતારી નાખ્યા હતા.
#WATCH | Union Home Minister Amit Shah hoists a 103-ft tall Tricolour in Bidar, Karnataka. pic.twitter.com/3UWYuVsnk5
— ANI (@ANI) March 26, 2023
મને આજે એ વાતનું ગૌરવ છે કે આજે અહીંની ધરતી પર 103 ફૂટ ઊંચો તિરંગો લહેરાવી રહ્યા છે, જે કોઈનાથી છુપાઈ શકે એમ પણ નથી. એ જ જમીન પર અમર શહીદોનું સ્મારક બનાવવામાં આવ્યું છે. અહીં સરદાર પટેલની 20 ફૂટ ઊંચી પ્રતિમા હૈદરાબાદથી નિઝામને બહાર કાઢવામાં આપણા સૌથી પહેલા ગૃહ પ્રધાન દ્વારા અદા કરવામાં આવેલી મહત્ત્વની ભૂમિકાનું પ્રતીક છે અને તેને કારણે આજે બીદર ભારતનું મહત્ત્વનું અંગ બની શક્યું છે, એમ ગૃહ પ્રધાને જણાવ્યું હતું. કોંગ્રેસની ટીકા કરતા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ ધ્રૂવીકરણના રાજકારણ અને મત બેંકની લાલચમાં આઝાદી અને હૈદરાબાદ મુક્તિ માટે પોતાનું બલિદાન આપનારા લોકોને ક્યારેય યાદ કર્યા નથી. જો સરદાર પટેલ ન હોત તો હૈદરાબાદને ક્યારેય આઝાદી મળી ન હોત. અને બીદરને પણ ક્યારેય આઝાદી મળી ન હોત.
કર્ણાટકની ભાજપ સરકારવતીથી મુસ્લિમોને ચાર ટકા આરક્ષણ બંધ કરીને ઈડબલ્યુએસ (આર્થિક પછાત વર્ગના) સામેલ કરવા મુદ્દે કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું હતું કે લઘુમતીઓને આપવામાં આવતું આરક્ષણ બંધારણ અનુસાર નહોતું. બંધારણમાં પણ કોઈ જોગવાઈ નથી, જે ધર્મના આધારે અનામત આપવાની વાત કરી હોય. કોંગ્રેસ સરકારે ધ્રૂવીકરણની રાજનીતિના કારણે લઘુમતીઓને અનામત આપી હતી. ભાજપે તે અનામત ખતમ કરી. વોક્કાલિગા અને લિંગાયત સમુદાયને આ અનામત આપવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું.