એકનાથ શિંદેના મુખ્યપ્રધાન બનવા અંગે ફડણવીસે તોડ્યુ મૌન, નાયબ મુખ્યપ્રધાન બનવાને લઇને કહી આ વાત

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરી છે કે તેમને નાયબ મુખ્યપ્રધાન બનવા બદલ કોઇ રંજ નથી. એકનાથ શિંદેના મુખ્યપ્રધાન અને તેમના નાયબ મુખ્યપ્રધાન બનવા અંગે મૌન તોડતા તેમણે કહ્યું હતું કે મેં અનુરોધ કર્યો હતો તો હું મુખ્યપ્રધાન બની શક્યો હોત, પણ અમે વિચારધારા માટે શિવસેનાનો મુખ્યપ્રધાન બનાવ્યો.

ફડણવીસે એ પણ દાવો કર્યો હતો કે શિંદેને મુખ્યપ્રધાન બનાવવાનો પ્રસ્તાવ મારો હતો. દેવેન્દ્ર ફડણવીસે એમ પણ કહ્યું હતું કે એની ખાતરી કરવાની જવાબદારી મારી છે કે એકનાથ શિંદે એક સફળ મુખ્યપ્રધાન બને.

એમણે કહ્યું હતું કે વરિષ્ઠ નેતાઓએ મને સરકારમાં સામેલ થવા માટે કહ્યુ હતું. પાર્ટી નેતાઓનો આદેશ મારા માટે સર્વોપરિ હતો. અમિત શાહ હતા એટલે આ બધુ થઇ શક્યું. પાર્ટીના નેતાઓએ ભારપૂર્વક કહ્યું હતું કે જો હું બહાર રહીશ તો સરકાર નહીં ચાલે. એટલે મેં તેમના આદેશ પર નાયબ મુખ્યપ્રધાન પદ સ્વીકાર કર્યું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.