એકનાથ શિંદે શિવસેનાના મુખ્યપ્રધાન નથી, સત્તા માટે રાતોરાત ખેલાયો ખેલઃ ઉદ્ધવ ઠાકરે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યપ્રધાન પદેથી રાજીનામુ આપ્યા બાદ પહેલીવાર શિવસેના ભવનમાં પ્રેસ ક્રોન્ફ્રેન્સ કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે એકનાથ શિંદે શિવસેનાના મુખ્યપ્રધાન નથી. શિવસેનાને બહાર રાખીને શિવસેનાનો મુખ્યપ્રધાન ન હોઇ શકે.

સત્તા માટે રાતોરાત રમત રમવામાં આવી છે. આ લોકો સત્તા છીનવી શકે છે, પણ મારા દિલમાંથી કયારેય મહારાષ્ટ્ર નહીં કાઢી શકે. હું સમર્થકો અને મુંબઈના લોકોને અપીલ કરુ છુ કે તેઓ એવુ કોઇ કામ ન કરે જેનાથી રાજ્ય અથવા શહેરનો માહોલ બગડે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જો ભાજપે તેનુ વચન પૂરુ કર્યું હોત, મારી પીઠ પાછળ છુરો ન માર્યો હોત તો અઢી વર્ષ બાદ ભાજપનો મુખ્યપ્રધાન મહારાષ્ટ્રને મળ્યો હોત. મહાવિકાસ આઘાડી બની જ ન હોત. જનતાનો લોકતંત્ર પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. જનતા જોઇ રહી છે કે તેના વોટ મહારાષ્ટ્રથી સુરત, સુરતથી ગુવાહાટી અને ગોવા થઇને ખબર નહીં કયા કયા ફરી રહ્યા છે.

ઉદ્ધવ ઠાકરેએ આગળ કહ્યું હતું કે મારાથી જે નારાજગી છે તે મુંબઈ પર નહીં કાઢો. મુંબઈના પર્યાવરણ સાથે રમત નહીં રમો. કાંજુરમાર્ગમાં મેટ્રો રેલવેનો કારશેડ બનાવવાના નિર્ણયને નહીં બદલો. કારશેડ માટે આરે કોલોનીની જગ્યાએ કાંજુરમાર્ગની જગ્યાનો ઉપયોગ મહારાષ્ટ્રના હિતમાં કરો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.