નવી દિલ્હીઃ દેશભરમાં H3N2 વાઈરસનો ઉપદ્રવ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને આ જ બાબતને ધ્યાનમાં લઈને નીતિ આયોગ દ્વારા આ પરિસ્થિતિનો અહેવાલ લેવા માટે તાત્કાલિક બેઠક બોલાવી હતી. તેમ જ બધા રાજ્યને સજ્જ રહેવા માટે, હોસ્પિટલો તૈયાર રાખવા માટેની ભલામણ કરી છે. આ વાઈરસનો સામનો કરવા માટે સૌથી પહેલાં લોકોને જાગરૂક કરવાનું જરૂરી છે, એવો નિર્ણય પણ આ બેઠકમાં લેવામાં આવ્યો હતો.
આ વાઈરસનો સામનો કરવા માટે હોસ્પિટલ સજ્જ, મેન પાવર, મેડિસિન, ઓક્સિજન અને ઉપકરણો વગેરેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનું જણાવવામાં આવ્યું છે. લોકોમાં જાગરૂક્તા લાવવા માટે શું પગલાં લેવામાં આવશે એ બાબતે પણ નીતિ આયોગ સાથેની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ઈન્ફ્લ્યુએન્ઝા વાઈરસનો સામનો કરવા માટે આયોગે કોરોના જેવા જ નિયમોનું પાલન કરવાના નિર્દેશ પણ આપ્યા છે.
આ સંદર્ભે રાજ્યોને પણ સૂચના આપવામાં આવશે. આયોગે એક પ્રસિદ્ધિ પત્રક બહાર પાટીને લોકોને સાવધ રહેવાની ભલામણ કરી છે. નાક અને મોઢું ઢાંકવા સહિત, ભીડવાળા ઠેકાણે માસ્ક પહેરવાની ભલામણ પણ કરવામાં આવી છે. આ સિવાય સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવાનું પણ આ પત્રમાં જણાવવામાં આવ્યું છે. તેમ જ જે જિલ્લામાં આ વાઈરસના દર્દીઓ મળી આવ્યા છે એમમણે તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરવાની સૂચના પણ આપવામાં આવી છે.