Homeસ્પેશિયલ ફિચર્સજિમમાં રોજ કલાકો સુધી વર્કઆઉટ કરો છો? તો પહેલાં આ વાંચી લો...

જિમમાં રોજ કલાકો સુધી વર્કઆઉટ કરો છો? તો પહેલાં આ વાંચી લો…

એક્સરસાઇઝ કરવાને કારણે હેલ્થ પરફેક્ટ રહે છે અને તેનો લાભ એકંદર આરોગ્યને મળે છે. એટલું જ નહીં પણ એક્સરસાઈઝ કરવાથી તમામ પ્રકારના રોગો થવાનું જોખમ પણ ઘટી જાય છે. તાજેતરમાં જ બોલિવૂડ એક્ટ્રેસ અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેને એ વાતનો ખુલાસો કર્યો હતો કે તેને હાલમાં જ હાર્ટ એટેક આવ્યો હતો પરંતુ ફિઝિકલી ફિટ હોવાને કારણે તેને ખાસ કોઈ મુશ્કેલી પડી નહોતી.

એક્ટ્રેસના આ ખુલાસા બાદ તેની સારવાર કરી રહેલા કાર્ડિયોલોજિસ્ટે પણ એક ઈન્ટરવ્યુમાં ખૂબ જ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા, જેમાં તેમણે વધુ કસરત ન કરવાની સલાહ પણ આપી હતી અને કહ્યું હતું કે, દરરોજ કસરત કરવાથી પણ ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

મુંબઈના કાર્ડિયોલોજિસ્ટ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સુષ્મિતા સેનનો જીવ ફિટનેસ ફ્રીક હોવાને કારણે અને ફિઝિકલી એક્ટિવ હોવાને કારણે બચી ગયો હતો. તે હંમેશા યોગ્ય અને પૂરતો વ્યાયામ કરતી રહી છે, જેના કારણે તેને હાર્ટ એટેક વખતે ઓછો તકલીફ પડી હતી.

એટલું જ નહીં ડોક્ટરે એવો ખુલાસો પણ કર્યો હતો કે જે લોકો એક્ટિવ લાઈફ જીવે છે, તેમની હેલ્થ અન્ય લોકો કરતા વધુ સારી રહે છે. જો તમે યોગ્ય રીતે વ્યાયામ કરો છો તો તમે તમારા શરીરને અનેક બીમારીઓથી બચાવી શકો છો. જીમમાં જવું અને વધુ પડતી કસરત કરવી પણ નુકસાનકારક હોઈ શકે છે. તેથી જ્યારે પણ તમે વર્કઆઉટ કરો ત્યારે સાવચેતી સાથે કરો.

કાર્ડિયોલોજિસ્ટના મતે દરરોજ કસરત ન કરવી જોઈએ. જો તમે ફિટનેસ ફ્રીક છો, તો અઠવાડિયામાં માત્ર 3 થી 4 દિવસ જ કસરત કરો. જ્યારે પણ તમે વર્કઆઉટ કરો ત્યારે શરીરને કસરતના તાણમાંથી બહાર આવવા માટે સમય આપો. જો તમને પૂરતી ઊંઘ ન લેતા હોવ કે તમને પૂરતો આરામ ના મળતો હોય તો કસરત કરવાથી હોર્મોનનું સ્તર બગડી શકે છે. જેના કારણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને જોખમમાં આવી શકે છે..

જો તમે જિમ જતા હોવ તો પણ સાવચેતી રાખવી જોઈએ. વધુ પડતું જિમ કરવું પણ જોખમી બની શકે છે. જો તમે જિમ જાવ છો તો દરરોજ 7-8 કલાકની ઊંઘ લો. કારણ કે જો ઉંઘ પૂરી ન થાય તો જીમમાં જવું પણ તમારી જાન લઈ શકે છે. જિમને ફેશન તરીકે નહીં પરંતુ તંદુરસ્ત પ્રવૃત્તિ તરીકે માનવું જોઈએ કારણ કે જિમમાં વધુ પડતો વર્કઆઉટ જોખમી બની શકે છે. જેના કારણે શરીરમાં અનેક પ્રકારના જોખમો જન્મી શકે છે, એવું કાર્ડિયોલોજિસ્ટે વધુમાં ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -