‘ગુજરાતીઓ, રાજસ્થાનીઓ અહીં નહીં હોય તો મુંબઈ આર્થિક રાજધાની નહીં રહે’: મહારાષ્ટ્રના રાજ્યપાલની ટિપ્પણીથી વિવાદ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ શુક્રવારે એક સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે મુંબઇ અને થાણેના વિકાસમાં અને મુંબઇને આર્થિક રાજધાની બનાવવામાં ગુજરાતી અને રાજસ્થાની લોકોનું નોંધપાત્ર યોગદાન છે. ગુજરાતી અને રાજસ્થાનીઓ જો મુંબઇ છોડી દે તો મુંબઇ દેશની આર્થિક રાજધાની તરીકેની ઓળખ ગુમાવી દેશે. –

“>

રાજ્યપાલ કોશિયારી શુક્રવારે અંધેરી પશ્ચિમના એક ચોકના નામકરણ માટે આવ્યા હતા. એ સમયે આમંત્રિતોને સંબોધતા તેમણે આ નિવેદન કર્યું હતું, જેને કારણે વિવાદ સર્જાયો છે.
નોંધનીય છે કે રાજ્યપાલ કોશિયારી અનેક વાર તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા છે. હવે ફરી એકવાર તેમના આ નિવેદનથી રાજ્યમાં મોટો વિવાદ સર્જાયો છે. સામાન્ય લોકો પણ તેમની ટીકા કરી રહ્યા છે. તેમના આ નિવેદનની રાજકીય પ્રતિક્રિયા પણ જોવા મળી રહી છે. શિવસેના, એમએનએસ, કૉંગ્રેસ, એનસીપી અને શિંદે કેમ્પે તેમના આ નિવેદનની આકરી ટીકા કરી છે. આ બધા પક્ષ એક વાત પર સહમત હતા કે તેઓ મહારાષ્ટ્રનું અપમાન સહન કરશે નહીં. શિવસેનાના સાંસદ સંજય રાઉતે શિંદે જૂથને રાજ્યપાલના નિવેદનની નિંદા કરવા પડકાર ફેંક્યો હતો. વિપક્ષોએ તેમને શબ્દોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની સલાહ આપી હતી. –

“>

એ જ સમયે ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ રાજ્યપાલ કોશિયારીના નિવેદનને ટેકો આપ્યો છે. નિતેશે જણાવ્યું હતું કે આ સમારોહમાં તેઓ હાજર હતા. રાજ્યપાલ મરાઠીઓ માટે કંઇ ઘસાતું બોલ્યા નહોતા. તેમણે એ સમુદાયોને યાદ કર્યા હતા, જેમણે મુંબઇના ઉદય અને વિકાસમાં ફાળો આપ્યો છે. તેમણે તે સમાજના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. જો રાજ્યપાલે મરાઠીઓનું અપમાન કર્યું હોત તો અમે વિરોધ કર્યો હોત. મને નથી લાગતું તેમણે મરાઠીઓનું અપમાન કર્યું છે, એમ નિતેશે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું.

 

1 thought on “‘ગુજરાતીઓ, રાજસ્થાનીઓ અહીં નહીં હોય તો મુંબઈ આર્થિક રાજધાની નહીં રહે’: મહારાષ્ટ્રના રાજ્યપાલની ટિપ્પણીથી વિવાદ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.