બગદાણામાં આજે ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે

આપણું ગુજરાત

લાડુના જમણ તૈયાર

( અમારા પ્રતિનિધિ તરફથી)
ભાવનગર: રાજ્યના સુપ્રસિદ્ધ તીર્થસ્થાન ભાવનગરના બગદાણા ખાતે તા.૧૩ ને બુધવારના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે. ગુરુ આશ્રમ બગદાણા ખાતે ભોજનના ભંડારા અને રસોડાં સહિતના તમામ તૈયારીઓ પૂરી કરી લેવાઇ છે. ગત વર્ષના અષાઢી પૂનમ એટલે કે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કોરોનાકાળને હિસાબે થઈ શકી ન હતી. આ વર્ષે ગુરુપૂર્ણિમાની ઉજવણી થવાની હોય બાપાના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે ભાવિક ભક્તજનો મોટી સંખ્યામાં આ દિવસે ઉપસ્થિત રહેશે.
રસોડા વિભાગ સહિત અલગ અલગ ૨૧ વિભાગોમાં આયોજનપૂર્વક કામગીરીની વહેંચણી કરવામાં આવી છે. દર વર્ષની જેમ ગુરુપૂર્ણિમાની ઉજવણીના આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત થવાની ગણતરી સાથે રસોડા વિભાગમાં તમામ તૈયારીઓ થઈ રહી છે. મોટા માનવ સમુદાયની વ્યવસ્થાઓને પહોંચી વળવા માટે સ્વયંસેવક મંડળના ૮૭ ગામોના ૨૦૦૦ ભાઈઓ અને ૫૦૦ જેટલી મહિલાઓ સ્વયંસેવક તરીકે સેવા પૂરી પાડશે. ગુરુ આશ્રમની પરંપરા પ્રમાણે દરેકને ભોજન પ્રસાદ પંગતમાં બેસીને પીરસવામાં આવે છે. વ્યવસ્થા ખાતર ગોપાલ વાડીમાં ભાઈઓ અને સંતો તેમ જ આશ્રમની નજીકના પરિસરમાં આવેલા રસોડા વિભાગમાં બહેનો ભોજન પ્રસાદ લેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.