25 ઑગસ્ટે બની રહ્યો છે ગુરુ પુષ્ય યોગ, સોના-ચાંદી-વાહન ખરીદી માટે શુભ

સ્પેશિયલ ફિચર્સ

જ્યોતિષના 27 નક્ષત્રમાંથી ગુરૂ પુષ્ય નક્ષત્રને ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. એમાં પણ ગુરુ પુષ્ય યોગ રવિવારે કે ગુરુવારે હોય તો તેને સૌથી વધુ ફળદાયી માનવામાં આવે છે.
ગુરુ પુષ્ય યોગ આ વખતે 25 ઑગસ્ટે બની રહ્યો છે. દિવાળી પહેલા બની રહેલા આ ખાસ યોગમાં સોના-ચાંદી-મકાન- વાહનની ખરીદીને શુભ માનવામાં આવે છે. જ્યોતિષમાં એમ કહેવામાં આવે છે કે સોનુ ખરીદવા માટે ધન તેરસને બાદ કરતા ગુરૂ પુષ્ય યોગ સૌથી શુભ મુર્હૂત છે. 25 ઑગસ્ટે માત્ર ગુરુ પુષ્ય યોગ જ નથી, પણ એની સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં કોઇ પણ કામ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
25 ઑગસ્ટે ગુરુ પુષ્ય યોગ સાંજે 4.16 કલાક સુધી રહેશે. ધન અને સમૃદ્ધિના કારક ગુરૂ પુષ્ય યોગમાં તમે ગૃહ પ્રવેશ, ઘરના માંગલિક પ્રસંગો માટે સોના-ચાંદીની ખરીદી કે વાહન મિલકતની ખરીદી કરી શકો છો.
25 ઑગસ્ટે સૂર્યોદયથી લઇને સાંજે 4.15 કલાક સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે. આ યોગનો સંબંધ મા લક્ષ્મી સાથે છે. આ યોગમાં કોઇ પણ કાર્ય કરવાથી વિશેષ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
ગુરુ પુષ્ય યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગની સાથે 25 ઑગસ્ટે અમૃત સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. એમ માનવામાં આવે છે કે આ શુભ યોગમાં કોઇપણ પૂજા, અનુષ્ઠાન કે અન્ય શુભ કાર્ય કરવાથી ભવિષ્યમાં શુભ ફળ મળે છે. આ દિવસે મા લક્ષ્મીની પૂજા કરવાથી અને ભગવાન વિષ્ણુને પીળા ફળ, ફૂલ અર્પણ કરવાથી તમારા દરેક કામ નિર્વિઘ્ને પૂરાં થાય છે.
આ દિવસે ચંદ્ર પણ સ્વરાશિ કર્કમાં રહેશે, જે પણ શુભ ગણાય છે. ચંદ્રનો સંબંધ પણ માતા લક્ષ્મી સાથે છે. તેમને લક્ષ્મી માના ભાઇ માનવામાં આવે છે. ચંદ્ર સ્વરાશિમાં હોય તેને ધન અને સમૃદ્ધિની દ્ષ્ટિએ શુભ પ્રભાવ આપનારો માનવામાં આવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.