ગુલમર્ગઃ ગુલમર્ગ ખાતે હિમ સ્ખલન થયું હોવાની માહિતી સામે આવી રહી છે અને આ હિમ સ્ખલનમાં બે વિદેશ નાગરિકના મૃત્યુ થયું છે, અને વધુ વિદેશી નાગરિકો ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
ગુલમર્ગના અફ્રાવત પર્વત પર આવેલા ગુલમર્ગ સ્કીઈંગ રિસોર્ટના ઉપરના વિસ્તારમાં આ હિમ સ્ખલન થયું છે. ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાની માહિતી બારામુલ્લા પોલીસ દ્વારા આપવામાં આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી બે વિદેશી નાગરિકોના મૃત્યુ થયા છે અને 19 પર્યટકોને બચાવવામાં સફળતા મળી છે.
આ વિશે વધુ માહિતી આપતા બારા મુલ્લા પોલીસે જણાવ્યું હતું કે ગુલમર્ગના ફેમસ સ્કી રિસોર્ટના ઉપરના વિસ્તાર આવેલા અફ્રાવત પર્વત પર હિમ સ્ખલન થયું છે. હાલમાં બારા મુલ્લા પોલીસ સહિત અન્ય સિસ્ટમ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. હજી અમુક સ્કીઅર્સ પર્વત પર અટવાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
ગુલમર્ગમાં હિમ સ્ખલન, બે વિદેશી નાગરિકોના મૃત્યુ
RELATED ARTICLES