Homeઆપણું ગુજરાતગુજરાતનો ટેબ્લો "પીપલ્સ ચોઈસ ઍવોર્ડમાં અવ્વલ ક્રમે

ગુજરાતનો ટેબ્લો “પીપલ્સ ચોઈસ ઍવોર્ડમાં અવ્વલ ક્રમે

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ૭૪મા પ્રજાસત્તાક પર્વની આ રાષ્ટ્રીયકક્ષાની ઉજવણી અને પરેડમાં નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર રજૂ થયેલી ૧૭ રાજ્યોની વિવિધ ઝાંખીમાંથી ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત કરાયેલ ટેબ્લો ‘ક્લિન ગ્રીન એનર્જી યુકત ગુજરાત’ને પીપલ્સ ચોઇસ ઍવોર્ડઝ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવા બદલ સૌનો આભાર માન્યો છે. કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટના હસ્તે નવી દિલ્હીમાં ગુજરાતને ગૌરવ સન્માન આપવામાં આવ્યું હતું.
માય ગવર્ન્મેન્ટ દ્વ્રારા ટેબ્લોઝની શ્રેષ્ઠતા પસંદગી માટે દેશની જનતા પાસેથી ઓનલાઇન વૉટિંગ -પીપલ્સ ચોઇસ ઍવૉર્ડમાં ગુજરાતનો ટેબ્લો સૌથી વધુ વોટ શેર સાથે પ્રથમ ક્રમે આવ્યો હતો. સોલાર એનર્જી-વીન્ડ એનર્જી-મોઢેરા સોલાર વિલેજ સહિતની ગુજરાતની ઊર્જા ક્રાંતિની પ્રસ્તુતિ રાષ્ટ્રીય સ્તરે ઝળકી હતી. ગુજરાત સરકારે આ વર્ષની પરેડમાં ક્લિન અને ગ્રીન એનર્જી યુકત ગુજરાતની ઝાંખી દર્શાવતો ટેબ્લો પ્રસ્તુત કર્યો હતો. આ ટેબ્લોની પ્રસ્તૃતિમાં નાયબ માહિતી નિયામક પંકજભાઇ મોદી અને સંજય કચોટનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular