ગુજરાતમાં ચૂંટણી છે ત્યારે જીએસટીની આવકમાં મહારાષ્ટ્રની જેમ 16 ટકા વધારો થવાના બદલે 2 ટકાનો ઘટાડો થયો છે. આમ જીઆસટીમાં ગુજરાતની આવક ખરેખર અર્થમાં 18થી 20 ટકા ઘડી ગઈ છે. ચૂંટણીમાં આવક કેમ ઘટી તે અંગે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. દેશમાં મહારાષ્ટ્ર સારી આવક આપે છે. પણ ગુજરાતની સરકાર આવક મેળવવામાં નિષ્ફળ રહી છે.
ગુજરાતમાં નવેમ્બર 2021માં 9,569 કરોડ આવક હતી. જ્યારે નવેમ્બર 2022માં રૂ.9,333 કરોડ થઈ છે. આમ 2%નો ઘટાડો થયો છે. ખરેખર તે આવક 20 ટકા વધવી જોઈતી હતી. તેની સાથે 11 હજાર કરોડની આસપાસ થવી જોઈતી હતી. પણ ભાજપના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકાર ગુજરાતની આવક વધારવામાં નિષ્ફળ છે. પણ આ અંગે ગુજરાતી ચૂંટણીનો મુદ્દો બનાવાયો નથી.
સતત નવ મહિના માટે માસિક GST ની આવક રૂ.1.4 લાખ કરોડથી વધુ છે. માલની આયાતથી આવક 20% વધુ અને સ્થાનિક વ્યવહાર (સેવાઓની આયાત સહિત)માંથી આવક ગયા વર્ષના સમાન મહિના કરતાં 8% વધુ હતી.
નવેમ્બર 2022 મહિનામાં કુલ GST આવક રૂ.1,45,867 કરોડ છે જેમાંથી CGST રૂ.25,681 કરોડ છે, SGST રૂ.32,651 કરોડ છે, IGST રૂ.77,103 કરોડ છે (માલની આયાત પર એકત્ર કરાયેલ રૂ.38,635 કરોડ સહિત) અને રૂ.10,433 કરોડ (માલની આયાત પર એકત્રિત રૂ.817 કરોડ સહિત) સેસ છે.
સરકારે નિયમિત સેટલમેન્ટ તરીકે IGSTમાંથી રૂ.33,997 કરોડ CGST અને રૂ.28,538 કરોડ SGSTને સેટલ કર્યા છે. નવેમ્બર 2022 મહિનામાં નિયમિત સેટલમેન્ટ પછી કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે રૂ.59678 કરોડ અને SGST માટે રૂ.61189 કરોડ છે. વધુમાં, કેન્દ્રએ નવેમ્બર 2022માં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને GST વળતર તરીકે રૂ.17,000 કરોડ પણ જાહેર કર્યા હતા.
નવેમ્બર 2022 મહિનાની આવક ગયા વર્ષના સમાન મહિનાની GST આવક કરતાં 11% વધુ છે, જે પોતે રૂ. 1.31,526 કરોડ છે. મહિના દરમિયાન, માલની આયાતમાંથી આવક 20% વધુ હતી અને સ્થાનિક વ્યવહાર (સેવાઓની આયાત સહિત) ની આવક ગયા વર્ષના સમાન મહિના દરમિયાન આ સ્ત્રોતોમાંથી આવક કરતાં 8% વધુ છે.
નીચેનો ચાર્ટ ચાલુ વર્ષ દરમિયાન માસિક કુલ GST આવકમાં વલણો દર્શાવે છે. કોષ્ટક નવેમ્બર 2021 ની સરખામણીમાં નવેમ્બર 2022 મહિના દરમિયાન દરેક રાજ્યમાં એકત્રિત કરવામાં આવેલ GSTના રાજ્યવાર આંકડા દર્શાવે છે.
ઑક્ટોબર મહિનામાં
ઑક્ટોબર મહિનામાં સેવા અને સામાન કર GST ની આવક 1 લાખ 51 હજાર 718 કરોડ રૂપિયા થઈ
સેવા અને સામાન કર GSTની આવક 1 લાખ 51 હજાર 718 કરોડ રૂપિયા થઈ હતી. જે અત્યાર સુધીની બીજી સૌથી વધુ માસિક આવક હતી.
અગાઉ એપ્રિલ મહિનામાં GSTની આવક દોઢ લાખ કરોડથી વધુ થઈ હતી. CGST ની આવક 26 હજાર 39 કરોડ રૂપિયા, SGST 33 હજાર 396 કરોડ રૂપિયા અને IGST ની આવક 81 હજાર 778 કરોડ રૂપિયા થઇ હતી. તેમાં આયાત પર મળેલા 37 હજાર 297 કરોડ રૂપિયાનો સમાવેશ થાય હતી. આ ઉપરાંત ઉપકાર એટલેકે સેસની આવક 10 હજાર 505 કરોડ હતી. માલની આયાત પર મળેલા 825 કરોડનો તેમાં સમાવેશ હતો.
કેન્દ્ર સરકારે નિયમિત સેટલમેન્ટ તરીકે IGSTમાંથી CGST ના 37 હજાર 626 કરોડ રૂપિયા અને SGST ના 32 હજાર 883 કરોડ રૂપિયા સરભર કર્યા હતા. આ ઉપરાંત, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે 50 – 50 ટકા ગુણોત્તરમાં એડહોક ધોરણે 22 હજાર કરોડ રૂપિયા સરભર કર્યા હતા. ઑક્ટોબર મહિનામાં નિયમિત અને એડહોક સેટલમેન્ટ પછી કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે 74 હજાર 665 કરોડ રૂપિયા અને SGST માટે 77 હજાર 279 કરોડ રૂપિયા હતી.