Narmada: એક તરફ ગાંધીનગરમાં ગુજરાત સરકાર ડ્રોન વડે ખેતરમાં ખાતરનો છંટકાવ કરી પોતાની જ પીઠ થાબડી રહી છે, ત્યારે નર્મદા જીલ્લાના આદિવાસી ખેડૂતોને સરકાર ખેતી માટેની જરૂરી પ્રથીક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી કરવી શકી. ગુજરાતના વિકાસ મોડલની પોલ છતી કરતો વિડીયો વાયરલ સામે આવ્યો છે. નર્મદા જિલ્લાના અંતરયાળ ગામના ખેતરના એક વિડીયોમાં ટ્રેક્ટર અને બળદ ન હોવાને કારણે એક મહિલા હળ ખેંચતી દેખાઈ છે.

સારા વરસાદ બાદ હવે ખેતરમાં વાવણીનો સમય ચાલી રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા બારખાડી ગામના વિડીયોમાં એક મહિલા હળ ખેંચતી જોવા મળે છે જયારે પુરુષ ઓરણીમાં દાણા ઓરતો જોવા મળે છે. આ વિડીયો જોઇને તમને આઝાદીના દસ વર્ષ બાદ વર્ષ 1957માં આવેલી મધર ઇન્ડિયા ફિલ્મની યાદ આવી જશે. આજે જયારે આઝાદીના 75 વર્ષ પુરા થવાની ખુશીમાં દેશ અમૃત મહોત્સવ માનવી રહ્યો છે ત્યારે આદિવાસીઓની સ્થિતિ એની એજ રહી છે.
ખેતરોમાં IFFCO તરલ નેનો યુરીયાના ડ્રોન દ્વારા છંટકાવ માટેની યોજનાનો આજે ગાંધીનગર જિલ્લાના ઇસનપૂર મોટા ગામેથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. pic.twitter.com/rAojvaN0IM
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 5, 2022
“>
નર્મદાના ડુંગરાળ વિસ્તારનાં ગામડાં રહેતા આદિવાસીઓ ખેતી કરી ગુજરાન ચલાવે છે. આ ખેડૂતો પાસે બળદ કે ટ્રેક્ટરની સુવિધા નહિ હોવાથી મહિલાઓને હળ ખેંચવાની ફરજ પડે છે. પુરુષો ખેતરમાં બિયારણ નાખે છે. આદિવાસી સમાજના વિકાસ માટે અને નારી સશક્તિકરણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પણ આવા અંતરિયાળ વિસ્તારોમાં ખેડૂતોને કદાચ એક જોડી બળદ આપે તો સાચા અર્થમાં નારીશકિતનું સન્માન જળવાઈ રહેશે.
કેન્દ્ર સરકારે 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કરેલો, હાલ જયારે 2022નું વર્ષ અડધાથી વધુ વીતી ચુક્યું છે ત્યારે ખેડુતોની હાલત પહેલા કરતા વધુ દયનીય બની હોય એવું લાગી રહ્યું છે.