ગુજરાતીઓએ મરાઠી શીખવું જોઇએઃ કોશિયારીની સલાહ

આમચી મુંબઈ

ગુજરાતી અને રાજસ્થાની લોકો અહીંયા ના હોત તો મુંબઇમાં પૈસા ના હોત એવા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ મહારાષ્ટ્રના ગુજરાતીઓને મરાઠી ભાષા શીખવાની સલાહ આપી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે દેશમાં રાષ્ટ્રભાવના વધારવા માટે દરેક વ્યક્તિએ પોતાની સાંસ્કૃતિક ઓળખ જાળવીને સ્થાનિક સંસ્કૃતિ સાથે હળીભળી જવું જોઇએ.
મુંબઇની સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થા ગુજરાતી કલ્ચરલ ફોરમ વતી વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરનાર 11 પ્રખ્યાત ગુજરાતી હસ્તીઓનું રાજભવન ખાતે રાજ્યપાલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું, એ સમયે તેઓ બોલી રહ્યા હતા.
ભારત એક સુંદર કલગી જેવો વિવિધતાથી ભરેલો દેશ છે. દરેક રાજ્યની પોશાક, ભાષા વગેરેની દ્દષ્ટિએ અલગ ઓળખ હોવા છતાં તમામ ભારતીયો એક છે, એમ જણાવતા કોશિયારીએ મહારાષ્ટ્રમાં રહીને મરાઠી ભાષા શીખવાનો પ્રયાસ કરવાની ગુજરાતીઓને સલાહ આપી હતી.
કોશિયારીએ એમ પણ જણાવ્યું તેમને પણ મરાઠી ભાષા શીખતા પાંચથી છ મહિના લાગ્યા હતા. રાજ્યની દરેક યુનિવર્સિટીમાં અને ચેમ્બર ઑફ કોમર્સ જેવી વ્યાપારી સંસ્થાઓમાં દિક્ષાંત સમારોહનું આયોજન શક્ય હોય તો મરાઠી ભાષામાં કરવાની તેમણે અપીલ કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.