ગુજરાતી કવિ સુરેન ઠાકર ‘મેહુલ’નું અવસાન

આમચી મુંબઈ

મુંબઈ: ગુજરાતી ભાષાના જાણીતા અને લોકપ્રિય કવિ સુરેન્દ્ર ત્રિકમલાલ ઠાકર ‘મેહુલ’નું લાંબી માંદગી બાદ જૈફ વયે બોરીવલી સ્થિત તેમના નિવાસસ્થાને બુધવારે વહેલી સવારે અવસાન થયું હતું. બુધવારે સવારે ૧૦ વાગ્યે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. મૂળ મહેસાણા જિલ્લાના પેઢામલી ગામના સુરેન્દ્રભાઈની વય ૮૦ વર્ષની હતી. તેઓ છેલ્લા ઘણા સમયથી માંદગીને કારણે પથારીવશ હતા.મેહુલ કાંદિવલીની બાલભારતી સ્કૂલ અને વિલેપાર્લેની એનએમ કોલેજમાં ભણાવતા હતા. મલાડમાં આવેલી સંસ્કાર સર્જન કોલેજમાં તેઓ પ્રિન્સિપાલ પણ રહ્યા હતા. તેઓ લોકપ્રિય કવિની સાથે સાથે નિવૃત્ત પ્રોફેસર, પ્રખર વક્તા પણ રહ્યા હતા. તેમણે અનેક કવિસંમેલન અને મુશાયરાઓનું સંચાલન પણ કર્યું હતું. તેમના પરિવારમાં પત્ની અનસૂયા, પુત્ર આશિષ, પૌત્ર પ્રેરક, પૌત્રવધૂ મોલિકી અને પુત્ર અર્ચના દિવ્યાંગ ઠાકરનો સમાવેશ થાય છે.

1 thought on “ગુજરાતી કવિ સુરેન ઠાકર ‘મેહુલ’નું અવસાન

  1. Mehl college education in junagadh.he was staying with his brother prof.s. t.thakar.we rented our house to them.suren and manor khanderia, and rajendra Shukla are good friend.mehul also mu fast friend.sorry hear sad news.
    May god give him eternal peace
    Vijayrana
    Chicago usa

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.