પ્રજાના નાણાનો વેડફાટ, જૂનાગઢ મનપાએ વીજબિલ મોડું ભરતા દંડ ફટકાર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ પ્રજાના પૈસાનો વેડફાટ આપણા નેતાઓ અને અધિકારીઓ અલગ અલગ રીતે કરે છે. જૂનાગઢ મહાનગરપાલિકાએ પણ જનતાના નાણાનો વેડાફટ કર્યાનું બહાર આવ્યું હતું. મનપાના વર્ષ 2020-2021ના સરકારી ઓડિટ રિપોર્ટમાં વોટરવર્ક્સ ડિપાર્ટમેન્ટની એક ભૂલ પ્રકાશમાં આવી છે, જેમાં વીજબિલ ચૂકવવામાં વિલંબ થયો હોવાનું અને તેને લીધે મનપાએ દંડ ભરવો પડ્યો હોવાનું બહાર આવ્યું હતું.
મનપામાં વિપક્ષના નેતા લલિત પરસાણાએ આક્ષેપ કર્યો હતો કે વોટરવર્ક્સ ડિપાર્ટમેન્ટ લગભગ રૂ. 75 લાખ જેટલું વીજબિલ સમયસર ભર્યું ન હતું. ને કારણે તેમણે રૂ. 8 લાખ જેટલી મોટી રકમ દંડપેટે ચૂકવવી પડી હતી.
પરસાણાએ વોટરવર્ક્સ ડિપાર્ટમેન્ટના અધિકારી પર પણ આક્ષેપો કર્યા હતા. આ સાથે તેમણે માગણી કરી હતી કે જવાબદાર અધિકારીઓએ પોતાની જવાબદારી સમજી આ નાણા તેમના પગારમાંથી કાપવમાં આવે. આ અંગે મનપા સાથે સંપર્ક સાધી શકાયો ન હતો.
આપણ વાંચો: મીરા-ભાયંદરમાં ચૂંટણી ફરજમાં બેદરકારી: 113 ખાનગી શિક્ષકો સામે પોલીસ ફરિયાદ



