આપણું ગુજરાત

ગાંધીનગર આવો તો ‘વસંત – સ્વાતિ’ને મળ્યા વિના ના જતાં, નહીં તો થશે અફસોસ !

     વન્યજીવ સપ્તાહ-2024 ની ઉજવણી નિમિત્તે વન વિભાગ તથા 'ગીર' ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર ખાતે વસંત અને સ્વાતિ નામના નર-માદા સિંહની નવીન જોડને મુલાકાતીઓ માટે પ્રદર્શનનું આજે વન અને પર્યાવરણ મંત્રી  મુળુભાઈ બેરાના હસ્તે તેમજ વન - પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

   આ પ્રસંગે સિંહની નવીન જોડીની પ્રાથમિક માહિતી આપતા મંત્રી  મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, વસંત અને સ્વાતિ નામની સિંહની જોડી જૂનાગઢના પ્રાણી સંગ્રાલય માંથી લાવવામાં આવી છે. જેમાં નર સિંહ વસંત 3.6 વર્ષ તેમજ માદા સિંહ સ્વાતિ 3  વર્ષની આયુ ધરાવે છે. 

   વધુમાં મંત્રી મુળુભાઇ એ જણાવ્યું કે, આપણા દેશમાં વર્ષ  થી જનમાનસમાં વન્યજીવો પ્રત્યે સંવેદના કેળવાય અને કુદરતી નિર્વસન તંત્રમાં તેના મહત્વ અંગે બહોળી પ્રસિદ્ધિ થાય તેવા ઉમદા હેતુ સાથે વન્યજીવ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તે મુજબ પ્રતિ વર્ષ વિવિધ સ્તરે સરકારના વિવિધ વિભાગો અને પ્રકૃતિ પ્રેમી સંસ્થાઓ સાથે મળીને  વન્યજીવ સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે, વન્યજીવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આપણે આપણી આસપાસના જૈવવિવિધતાની મહત્તા અને જતન માટે થોડો સમય ફાળવવો જોઈએ.

આ પણ વાંચો : સ્ટાફ નર્સ બનવા તૈયારી કરો છો ? ઝડપી લેજો આ તક, પછી ક્યારે વારો આવે નક્કી નહીં

   વધુમાં વન મંત્રીએ ઉમેર્યું કે, વન્યજીવ સપ્તાહનો મુખ્ય ધ્યેય વન્યપ્રાણીઓનું અને તેમના આવાસોનું સંરક્ષણ થાય તે માટે પ્રતિ વર્ષ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ દિન એટલે કે, તા. 2  ઓક્ટોબરથી એક સપ્તાહ સુધી વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ વન્યજીવ સપ્તાહના વિવિધ કાર્યક્રમો દ્વારા નાગરીકોમાં લોકજાગૃતિ માટેના પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે.

 ‘વન્યજીવ સંરક્ષણમાં શિક્ષકોની ભૂમિકા’ અંગે ઇકો કલબ શિક્ષકોની તાલીમ કાર્યક્રમમાં મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે, આપણા રાષ્ટ્રનું ભવિષ્ય એવા આપણા વિદ્યાર્થીઓ સમાજના ઘડતરમાં ખૂબ મહત્વનું અંગ છે. 

  વિદ્યાર્થીઓને વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન પ્રત્યે જાગૃત કરવા એ આપણી સૌની નૈતિક જવાબદારી છે. શિક્ષકો વિદ્યાર્થીઓના શિલ્પકાર છે. વિદ્યાર્થીઓ શિક્ષકો પાસેથી જીવનલક્ષી ઘણા બોધપાઠ પ્રાપ્ત કરે છે. તેમજ વિદ્યાર્થીઓ પણ શિક્ષકના જીવનનું અનુકરણ કરતા હોય છે. આપના તમામ શિષ્યગણમાં વન્યજીવો પ્રત્યે સંવેદના કેળવાય અને સંવર્ધનનું મહત્વ સમજાય તે પ્રકારનું ભણતર, ગણતર અને ઘડતરને અનુરૂપ વિવિધ આયોજનો હાથ ધરવા મંત્રીશ્રીએ શિક્ષકોને અનુરોધ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker