ગુજરાત યુથ કોગ્રેસના વડાએ કોગ્રેસમાંથી રાજીનામું આપ્યુ, કોગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કોગ્રેસના નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસના 24 કલાક અગાઉ ગુજરાત કોગ્રેસમાં મોટો ભૂકંપ આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, ગુજરાત યુથ કોગ્રેસના પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલાએ કોગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.
વિશ્વનાથ સિંહ વાઘેલાએ કોગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે કોગ્રેસની મુખ્ય ઓફિસોમાં ગાંધી પરિવારની ભક્તિ થાય છે. કૉંગ્રેસી નેતાઓની ઑફિસોમાં નેહરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા, રાહુલ, પ્રિયંકાના ફોટો હોય છે. કોગ્રેસનું ગળું તો ક્યારનું રૂંધી નાખવામાં આવ્યુ છે. કોગ્રેસ દેશની સેવા કરવા માટે નથી પણ એક પરિવારની ભક્તિ કરવા માટે જ છે.
કોગ્રેસે રૂપિયા લઇને મને પદ આપ્યા હોવાનો વિશ્વનાથસિંહે આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેમણે યુથ કોગ્રેસની ચૂંટણીમાં એક કરોડ 70 લાખ રૂપિયા પાર્ટીને આપ્યા હતા.
વિશ્વનાથ સિંહે કહ્યું કે યુવાનોને જરૂર પડે ત્યારે નેતાઓ હાજર રહેતા નથી. પક્ષમાં નેતાઓનો જૂથવાદ ચરમસીમાએ છે. યુવાનો કોગ્રેસ પક્ષમાં દેશનું ભવિષ્ય જોતા નથી. પક્ષમાં નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરવામાં આવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.