Homeઆપણું ગુજરાત‘ગુજરાત બોટલ લઈને રહેશે’ એવા ઉમેદવારો જેમણે દારૂબંધી વિરુદ્ધ મોરચો ખોલ્યો

‘ગુજરાત બોટલ લઈને રહેશે’ એવા ઉમેદવારો જેમણે દારૂબંધી વિરુદ્ધ મોરચો ખોલ્યો

ગુજરાત વિધાનસભામાં ચૂંટણીમાં મતદાતાઓને આકર્ષવા માટે ઉમેદવારો અવનવા વાયદાઓ આપી રહ્યા છે ત્યારે એક ઉમેદવાર એવા છે જે ‘ગુજરાત બોટલ લઈને રહેશે’નો નારો આપી ગુજરાતને દારૂબંધીમાંથી મુક્તિ અપાવવાનો વાયદો આપી રહ્યા છે.
40 વર્ષીય સોફ્ટવેર ડેવલપર અને એન્ટરપ્રેનીયોર નરેશ પ્રિયદર્શી અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. નોંધનીય છે કે આ બેઠક પર મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ચૂંટણી લડી રહ્યા છે. જીતની ઓછી શક્યતા હોવા છતાં નરેશ પ્રિયદર્શી ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાની વાત કરી રહ્યા છે. તેમણે સૂત્ર આપ્યું છે કે ‘ગુજરાત બોટલ લઈને રહેશે’.
અપક્ષ ઉમેદવાર નરેશ પ્રિયદર્શીના મત મુજબ તેઓ ‘નકામી’ પોલીસી સામે અવાજ ઉઠાવી રહ્યા છે. તેમના કહ્યા પ્રમાણે, “વર્ષ 1960 માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી દારૂ પર પ્રતિબંધ લાગુ છે. પરંતુ તેનાથી સમાજના કોઈપણ વર્ગને ફાયદો થયો નથી. રાજ્યની તિજોરીને વાર્ષિક હજારો કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. કાયદાનું યોગ્ય અમલીકરણ થયું નથી. જેના કારણે અવારનવાર લઠ્ઠાકાંડ જેવી દુર્ઘટનાઓમાં લોકો મૃત્યુ પામે છે.”
નરેશ પ્રિયદર્શીએ તેમના ચૂંટણી પ્રતીક તરીકે બોટલ રાખવાની માંગણી ચૂંટણી પંચને કરી હતી. પરંતુ બોટલનો સિમ્બોલ ચૂંટણી પંચે ઓફર કરેલા 250 પ્રતીકોમાં ન હોવાથી તેમણે ગાડીના સિમ્બોલથી સંતોષ માનવો પડ્યો હતો.
અમદાવાદના નરોડામાંથી અપક્ષ ઉમેદવાર રામકુમાર ગુલવાણી પણ આવી જ માંગ કરી રહ્યા છે. તેમના કહ્યા પ્રમાણે “દારૂ પર પ્રતિબંધ દુર કરવાથી રાજ્યની તિજોરીમાં રૂ.21,000 કરોડની આવક થશે જે રાજકીય પક્ષોએ આપેલા મફતના વચનો પુરા કરવા મદદ કરશે અને અંતે સામાન્ય નાગરિકોને ફાયદો થશે.’
વડોદરામાં ‘We Do Not Need Prohibition in Gujarat ‘ નામનું ગ્રુપ દારૂબંધીનો વિરોધ કરવા ‘NOTA’ બટન દબાવવા માટે લોકોને પ્રોત્સાહિત કરી રહ્યું છે.
નોંધનીય છે વર્ષ 2018માં તે સમયે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે નીતિ આયોગને લિકર પ્રોહીબીશન પોલીસીને કારણે થયેલા મહેસૂલ નુકસાન માટે રાજ્યને રૂ. 9,000 કરોડનું વળતર ચૂકવવા જણાવ્યું હતું. વર્ષ 2021માં રાજ્ય પોલીસ દ્વારા 124 કરોડ રૂપિયાની કિંમતનો 57 લાખ લિટરથી વધુ ગેરકાયદેસર દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular