‘ગુજરાતના વેપારીઓ ખૂબ જ ડરેલા છે.’ અરવિંદ કેજરીવાલે રાજકોટમાં વેપારીઓ સાથે ચર્ચા કરી

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભા ચુંટણી નજીક આવતા આમ આદમી પાર્ટી ભાજપના ગઢમાં ગાબડું પાડવા તૈયારીઓ કરી રહી છે. જેના અંતર્ગત AAPના સંયોજક અરવિંદ કેજરવાલ લગભગ દર અઠવાડિયે ગુજરાતના કોઈને કોઈ પ્રદેશની મુલાકાતે આવી રહ્યાં છે. આજે અરવિંદ કેજરીવાલ બે દિવસની સોમનાથ અને રાજકોટની મુલાકતે આવી પહોંચ્યા હતા. પહેલા તેઓ સોમનાથ મંદિરમાં દર્શન કરવા ગયા હતા હતું. તેના બાદ તેઓ રાજકોટ આવી વેપારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે ગુજરાતના વેપારીઓ ખૂબ જ ડરેલા છે. અમારી સરકાર આવશે તો વેપારીઓમાં ડરનો માહોલ બંધ કરીશું,નિડરતાથી વેપારી-ઉધોગપતિ કામ કરી શકે તેવું વાતાવરણ બનાવીશું
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે રાજકોટમાં રત્ન વિલાસ પેલેસ ખાતે વેપારીઓ સાથે બેઠક તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. આ બેઠકમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. એન્જીનીયરીંગ એસો.ના પ્રમુખ પરેશ વસાણીએ કેજરીવાલને કહ્યું, રાજકોટમાં MSME ઉદ્યોગો પડી ભાંગ્યા છે. તમારી સરકાર આવશે તો શું કરી આપશો? MSME ઉદ્યોગો પરથી GST હટાવવામાં આવે નહિ તો ઉદ્યોગો બંધ થઇ જશે. એક્સાઇઝ ટેક્સને કારણે MSME ઉદ્યોગો મૃત પાય થવા તરફ છે.
મુશ્કેલ પરિસ્થિતિનો સમાનો કરી રહેલ મોરબીના સિરામીક ઉદ્યોગકારોએ પણ ફરિયાદ કરી હતી કે, GSPC ગેસ કંપની ગમે ત્યારે ભાવ વધારી દે છે. જેને કારણે એક પછી એક સિરામીક ઉદ્યોગો બંધ થવા લાગ્યા છે.

વેપારીઓએ એમ પણ કહ્યુ કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. તમે વેપારીઓના પ્રશ્નો સાંભળવા અહીં સુધી આવ્યા ત્યારે તે માટે અભિનંદન. APMC એક્ટથી માર્કેટિંગ યાર્ડૉને નુકસાન થઇ રહ્યું છે અને બંધ થવા લાગ્યા છે.
રાજકોટ વેપારીઓના પ્રશ્નો સાંભળ્યા બાદ અરવિંદ કેજરીવાલનું વેપારીઓને પાંચ વચનો આપ્યા હતા.
1.વેપારીઓનો ડરનો માહોલ બંધ કરીશું,નિડરતાથી વેપારી-ઉધોગપતિ કામ કરી શકે તેવું વાતાવરણ બનાવીશું
2.વેપારીઓ અને ઉદ્યોગકારોને ઈજ્જત આપીશું. સરકારી કચેરીઓમાં વેપારીઓનું માન સન્માન આપવીશું
3.સિસ્ટમમાં ભ્રષ્ટાચાર બંધ કરીશું.
4.GSTના રીફંડ છ મહિનામાં આપીશું. GSTની ગુંચવણોને દૂર કરીશું.
5.વેપારીઓ અને ઉદ્યોગકારોની સમસ્યાઓ સંભાળવા કમિટી બનાવીશું. તમને સરકારના પાર્ટનર બનાવીને સાથે ચાલીશું
તેમણે ગુજરાત સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, આજે તેમે મને જે વાત કરી તે મુખ્યપ્રધાન અને પાટીલ સાહેબ સાંભળતા હશે. GSTને કારણે MSME ઉદ્યોગો ખોટમાં ચાલે છે. હું અહી મળેલા સૂચન દિલ્હીમાં લાગુ કરીશ. MSME ઉદ્યોગો પર વધુ ટેક્સ નાંખી નીચવી લેવામાં આવે છે. ઉદ્યોગો અને દુકાનો ચાલે નહિ તો ટેક્સ ક્યાંથી આપે. ઉદ્યોગકારો 99 ટકા ઈમાનદારીથી ટેક્સ આપવા માંગે છે. વેપારીઓ અને લોકો ટેક્સ આપવા માંગે છે પણ જટિલ પ્રક્રિયાને કારણે સેટલમેન્ટ કરવા મજબૂર બને છે.
તેમણે વધુ કહ્યું કે થોડા દિવસો પહેલા લોકોએ પહેલા દહીં, દૂધ અને લોટ પર પણ GST લગાવી દીધો. દિલ્હીમાં અમે ભ્રષ્ટાચાર બંધ કર્યો. ફ્લાઈ ઓવરમાં અમારી સરકારે 200 કરોડ બચાવ્યા છે. દરેક વસ્તુઓમાં રૂપિયાના ખર્ચાઓ ઘટાડ્યા છે. CAGના રિપોર્ટમાં પુરા દેશમાં માત્ર દિલ્હી સરકાર જ નફામાં ચાલે છે. દિલ્હીમાં GSTના દરોડા કરવાનું બંધ કરી દીધું છે. દિવાળી પર ઇન્સપેક્ટર રૂપિયા લેવા આવે તો ફોટો પાડી મને મોકલવા સૂચના આપી છે.

આજે બોટાદમાં થયેલા લઠ્ઠા કાંડ અંગે તેમણે કહ્યું કે, ‘હું આશા રાખું છું કે આ ઘટના પછી ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું કડક અમલ થશે. મેં તો આજે સોશિયલ મીડિયામાં જોયું કે ઘણા ગામના લોકોએ સરકારને પત્રો પણ લખ્યા હતા, છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી થતી. ગુજરાતમાં આ પૂર્વે પણ આવી ઘટનાઓ બની ચુકી છે. બોટાદમાં ક્યા પક્ષ તરફથી અવારાતત્વોને સરાજાહેર દારૂ વેચવાની છૂટ મળી એ તપાસનો વિષય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.