ગુજરાતના બસ મુસાફરો ધ્યાન આપે: આ તારીખે અટકી જશે તમામ ST બસના પૈડા

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

પડતર પ્રશ્નોના નિરાકરણને લઈને એસટી નિગમના સંગઠનોની સંકલન સમિતિ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ડ્રાયવર અને કંડકટરના ગ્રેડ પેના સુધારા સહીત અન્ય માગો અંગે વારંવાર ગુજરાત સરકાર સમક્ષ અરજી કરવામાં આવી હોવા છતાં પ્રશ્નો યથાવત છે.
નોંધનીય છે કે ST કર્મચારીઓ વર્ષોથી સરકાર સમક્ષ માંગણીઓ કરી રહ્યા છે. 20 ઓક્ટોબર 2021ના રોજ વાહનવ્યવહાર પ્રધાન અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં લેખિત સમાધાન કરવામાં આવ્યું હતું. આર્થિક મુદાને લઈ ચુકવણી અમલવારીના આદેશ આપ્યો હતો પરંતુ તેની પુરેપુરી અમલવારી ન થતાં ફરી કર્મચારીઓ આંદોલનના મૂડમાં છે. ગત 23 ઓગસ્ટના રોજ પણ સરકારને રજુઆત કરવામાં આવી હતી. પરંતુ કર્મચારીઓ પડતર પ્રશ્નોને નજર અંદાજ કરવામાં આવતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સંકલન સમિતિએ નોટિસ આપી આંદોલનનો કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે.
16 સપ્ટેમ્બરના રોજ કર્મચારીઓ ટેક્સ્ટ મેસેજ, ટ્વિટર, ફેસબુક પર સ્ટેટસ રાખી પોતાની વ્યાજબી માંગણીઓ રજુ કરશે. 17થી 20 સપ્ટેમ્બર એસટી નિગમના કર્મચારીઓ કાળીપટ્ટી બાંધી ફરજ પર હાજર થશે. રિશેષ સમય દરમિયાન પોતાના ફરજના સ્થળે ડેપો વર્કશોપ ખાતે નિગમની પ્રિમાઈસીસની બહાર રહી સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવશે. 21 અને 22 સપ્ટેમ્બરના નિગમના તમામ કર્મચારીઓ ઘંટનાદ કરી વિરોધ નોંધાવશે અને 22 સપ્ટેમ્બરની મધ્યરાત્રિથી નિગમના તમામ કર્મચારીઓ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સ્વયંભૂ માસ CL પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.

ST કર્મચારીઓની માંગણીઓ:

  • ડ્રાયવર અને કંડકટરના ગ્રેડ પેના સુધારા માટે મેનેજમેન્ટ સાથે સમાધાન કરવામાં આવ્યું હતું પરંતુ અમલવારી થઈ નથી.
  • રાજય સરકારના કર્મચારીખોને ચુકવવામાં આવેલા મોંઘવારી ભથ્થા પૈકી ૧૧% ૩% ૩% એમ કુલઃ -૧૭ % મોંઘવારી ભથ્થાની અસર નિગમના કર્મચારીઓને આપવામાં આવેલ નથી.
  • નિગમના કર્મચારીઓને પગારધોરણને આનુસાંગીક મળતાં વિવિધ ભથ્થાઓમાં વર્ષ -૧૯૯૭ બાદ આજદિન સુધી કોઈ જ સુધારો થયેલ નથી.
  • એસ.ટી.નિગમના ડ્રાયવર, કંડકટર, મિકેનીક તેમજ ઓ.ટી. મેળવતાં કર્મચારીઓને ૭માં પગારપંચ મુજબ મળતા પગારધોરણે ઓ.ટી.ના દરમાં સુધારો કરી લાભ આપવામાં આવે.
  • હકક રજાનું રોકડમાં ત્વરીત ચુકવણું કરવા અમારી માંગ
  • ગ્રેડ – પેમાં સુધારો કરવા અમારી માંગ
  • નિગમના મિકેનિક કક્ષાના અને વહીવટી કક્ષાના કર્મચારીઓના ગ્રેડ- પેની વિસંગત્તા દૂર કરવા અમારી માંગ છે.

એસટી નિગમના માન્ય ત્રણેય યુનિયની સંકલન સમિતિ દ્વારા પડતર પ્રશ્નો સાથે નોટિસ આપવામાં આવી છે. આ સાથે ચિમકી ઉચ્ચારી છે કે, પડતર પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે તો 44 હજાર કર્મચારીઓ આંદોલન કરશે અને માસ સીએલ પર ઉતરી જશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.