Gujarat Riots: અમદાવાદ પોલીસે પૂર્વ IPS અધિકારી R. B. શ્રીકુમારની કરી ધરપકડ

આપણું ગુજરાત

અમદાવાદ પોલીસે પૂર્વ IPS અધિકારી આરબી શ્રીકુમારની ધરપકડ કરી છે. ગુજરાતના ભૂતપૂર્વ સીએમ નરેન્દ્ર મોદી અને અન્ય રાજ્ય અધિકારીઓ સામે ઝાકિયા જાફરી દ્વારા લાદવામાં આવેલા મોટા ષડયંત્રના આરોપોને સુપ્રીમ કોર્ટે રદ કર્યાના એક દિવસ પછી આ પગલું લેવામાં આવ્યું છે.

ગુજરાત રમખાણો અંગે ખોટી માહિતી આપવા બદલ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા પૂર્વ આઈપીએસ અધિકારી આરબી શ્રીકુમારની ધરપકડ કરવામાં આવી છે. 2002ના ગુજરાત રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસના નેતા એહસાન જાફરીની વિધવા ઝાકિયા જાફરી દ્વારા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને 60 થી વધુ વરિષ્ઠ રાજ્ય અધિકારીઓ વિરુદ્ધના આરોપોને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધાના એક દિવસ પછી આ પગલું ભરવામાં આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ આઈપીએસ અધિકારી આરબી શ્રીકુમારની ધરપકડ કરી છે. ગુજરાત પોલીસે ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ, ભૂતપૂર્વ IPS અધિકારી RB શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડ સામે 2002ના ગુજરાત રમખાણો વિશે ખોટી માહિતી આપવા બદલ કેસ નોંધ્યો છે.

આરોપીઓએ ઝાકિયા જાફરી મારફત કોર્ટમાં અનેક અરજીઓ કરી હતી અને SITના વડા અને અન્યોને ખોટી માહિતી આપી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે કોર્ટમાં અરજીઓ કરી કરીને ખોટી માહિતી આપવામાં આવી હતી. શુક્રવારે, ત્રણ ન્યાયાધીશોની બેન્ચે જણાવ્યું હતું કે આ બધી અરજીઓ યોગ્યતાથી વંચિત હતી અને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તથા બાદમાં હાઈકોર્ટે પીએમ મોદી અને અન્યોને સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત SITની ક્લીનચીટ સ્વીકારવાના નિર્ણયોને સમર્થન આપ્યું હતું.

ગુજરાત રમખાણો 27 ફેબ્રુઆરી, 2002ના રોજ થયા હતા જ્યારે ગુજરાતના ગોધરામાં અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકોને લઈ જતી સાબરમતી એક્સપ્રેસના કોચને સળગાવી દેવામાં આવતા કુલ 58 લોકો મૃત્યુ પામ્યા હતા. આનાથી સમગ્ર રાજ્યમાં મોટા પાયે રમખાણો શરૂ થયા, જેના કારણે કેન્દ્રને આર્મી ટુકડીઓ તૈનાત કરવાની ફરજ પડી હતી. બળાત્કાર અને લૂંટફાટ અને સંપત્તિનો નાશ કરવાના અનેક બનાવો પણ નોંધાયા હતા. આ વિભીષિકામાં લગભગ 2 લાખ લોકો વિસ્થાપિત થયા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.