ગુજરાતમાં ‘ફાટકમુકત ગુજરાત અભિયાન’ને વેગ મળ્યો

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Gujarat-railway crossing free state gethers momentum
ગુજરાતમાં ‘ફાટકમુકત ગુજરાત અભિયાન’ને વેગ મળ્યો

વાહનવ્યવહાર સરળ બનાવવા અને ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે રેલવે ઓવરબ્રીજ અને રેલવે એંડરબ્રીજના નિર્માણનો વ્યાપ વધારવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ પગલાથી ગુજરાતને ફાટકમુક્ત કરવાના અભિયાનને વેગ મળશે અને આવનારા દિવસોમાં શહેરી જનજીવન અને પરિવહન સુખાકારીમાં વધારો થશે. ઉપરાંત નાગરિકોને ટ્રાફિક જામની સમસ્યાથી મુક્તિ મળશે અને મય અને ઇંધણની પણ બચત થશે, એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે 1 મહાનગરપાલિકા અને 9 નગરપાલિકાઓમાં રેલવે ઓવરબ્રીજ નિર્માણ માટે રૂ. 443.45 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકામાં જોષીપુરા ખાતે 1 રેલવે ઓવરબ્રીજ રૂ. 37.55 કરોડના ખર્ચે તેમજ બસ સ્ટેન્ડ પાસે 1 રેલવે અંડરબ્રીજ રૂ. 18.85 કરોડના ખર્ચે બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો સમાવેશ થાય છે. આ તમામ કામગીરી ગુજરાત શહેરી વિકાસ કંપની લીમીટેડ (GUDC) કરી રહી છે. નવ નગરપાલિકામાં અંજાર રૂ. 55.56 કરોડ, વલ્લભવિદ્યાનગર રૂ. 42.41 કરોડ, હળવદ રૂ. 46.50 કરોડ, ખંભાળીયા રૂ. 37.03 કરોડ, સાવરકુંડલા રૂ. 66.57 કરોડ, ધ્રાંગધ્રા રૂ. 25 કરોડ, આંકલાવ રૂ. 33.27 કરોડ, મોરબી રૂ. 63.85 કરોડ અને ધોરાજીમાં રૂ. 35.69 કરોડના કામ આપવાનો સમાવેશ થાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.