Navsari: ગત મોડી રાત્રે નવસારી જીલ્લામાં ભૂકંપના આંચકા (After shock)અનુભવતા લોકોમાં ભય વ્યાપી ગયો છે. ગત મોડી રાત્રે ચીખલી (Chikhli), વાંસદા (Vansada) અને નવસારી તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સોમવારે મોડી રાતે 12:10 કલાકે 3.2 રિક્ટર સ્કેલનો આંચકો અનુભવાયો હતો. કંપનું કેન્દ્રબિંદુ નવસારીથી 29 કિલોમીટર દૂર નોંધાયું હતુ.

થોડા દિવસો પહેલા પણ નવસારીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 2.9 હોવાનું જાણવા મળ્યું હતુ. 15 દિવસમાં ભૂકંપનો આ બીજો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ છે. નોંધનીય છે કે, ઓગસ્ટમાં આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ ભીનાર ગામે નોંધાયું હતુ. ભૂકંપના આંચકાને કારણે વિસ્તારના લોકો ઘરની બહાર દોડી ગયા હતા.

Google search engine