ગુજરાતના રાજકારણમાં ગરમાટો: ‘ભાજપનું ચરિત્ર લૂંટ પર આધારિત છે’ કેબીનેટમાં ફેરફાર બાદ કોંગ્રેસે લગાવ્યા આરોપ

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat election) પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવ્યો છે. ગઈકાલે ગુજરાત સરકારના(Gujarat gov) બે સીનીયર પ્રધાનો પાસેથી વિભાગ છીનવી લેવાતા રાજકીય ગલીયારામાં ચર્ચા માહોલ જામ્યો છે. ગઈ કાલે રાજેન્દ્ર ત્રિવેદી(Rajendra Trivedi) પાસેથી મહેસુલ વિભાગ અને પુર્ણેશ મોદી (Purnesh Modi)પાસેથી માર્ગ મકાન વિભાગ લઈ લેવાનો મહત્વનો નિર્ણય મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) કર્યો હતો. ચૂંટણી પહેલા રાજ્યની કેબિનેટમાં(Gujarata Cabinet) આ ફેરફારે સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે. કોંગ્રેસે સરકાર પર ગંભીર સવાલો ઉઠાવતા સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે.
કેબીનેટમાં ફેરફારને લઈને કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી હતી. કોંગ્રેસ વતી પ્રવક્તા મનીષ દોશીએ કહ્યુ કે, 2017માં અનેક વાયદાઓ કરીને સત્તા મેળવનાર ભાજપે ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કર્યો છે. થોડા સમય પહેલા સમગ્ર પ્રધાનમંડળ બદલી નાખવામાં આવ્યું હતું. પરંતુ ભાજપે ભ્રષ્ટાચારનો સિલસિલો જાળવી રાખ્યો હતો.
તેમણે બંને પ્રધાનો પર ભ્રષ્ટાચારના આરોપો લગાવતા કહ્યું કે ભાજપ જે પ્રધાનના વખાણ કરતું હતું, જેઓ અધિકારીઓ પર રેડ કરતા હતા. તેણમે જ ખેડામાં જમીન મામલે ભ્રષ્ટાચાર કર્યો છે.આજે મહેસૂલ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યું છે. મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની કઈ ચીઠ્ઠી હાથ લાગી કે તેમને હટાવી દેવામાં આવ્યા.
પૂર્ણેશ મોદી પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે રોડ અને બિલ્ડિંગના કોન્ટ્રાક્ટ આપવામાં તેમણે પોતાના માનીતાઓને ગોઠવ્યા હતા. મોટા પાયે નોટનો ખેલ ચાલતો હતો. કોંગ્રેસે કહ્યું કે શું સુરતમાં ચાલતી હરિફાઈનો ભોગ પૂર્ણેશ ભાઈ બન્યા છે?
કોંગ્રેસના પ્રવક્તાએ વધુમાં કહ્યુ કે, મહેસૂલ વિભાગ રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી કેમ લેવામાં આવ્યો તેનો જવાબ ગુજરાતની જનતા જાણવા માંગે છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે ક્યા ખેડૂતની જમીન કોના નામે કરી છે. તેમણે કહ્યું કે બે મંત્રીઓના વિભાગ બદલવાથી ભ્રષ્ટાચાર રોકાશે નહીં. તેમણે કહ્યું કે ભાજપનું ચરિત્ર લૂંટ પર આધારિત છે. આ બંને પ્રધાનોઓ પાસેથી ખાતા લઈ લેવાની ચર્ચા 10 દિવસથી થતી હતી.
બંને માંત્રીઓની હકાલ પટ્ટી બાદ મહેસૂલ વિભાગનો રાજ્ય કક્ષાનો હવાલો હર્ષ સંઘવી અને માર્ગ – મકાન વિભાગનો રાજ્ય કક્ષાનો હવાલો જગદીશ પંચાલને સોંપાયો છે. આ બંને વિભાગનું રાજ્ય કક્ષા પદ આ બંને પાસે રાખી અને કેબિનેટ વિભાગનો હવાલો મુખ્યપ્રધાન પોતાના હસ્તક રાખશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.