Homeઆપણું ગુજરાતગુજરાત પોલીસે એક મહિનામાં ત્રીજી વખત સાકેત ગોખલેની ધરપકડ કરી

ગુજરાત પોલીસે એક મહિનામાં ત્રીજી વખત સાકેત ગોખલેની ધરપકડ કરી

ગુજરાત પોલીસે ગુરુવારે તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલેની આ મહિનામાં ત્રીજી વખત ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોખલેની ગુરુવારે મોડી રાત્રે દિલ્હીમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ક્રાઉડફંડિંગ દ્વારા એકઠા કરેલા નાણાંના કથિત દુરુપયોગના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. ગોખલે અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ શુક્રવારે સાંજે અમદાવાદ પહોંચ્યા હતા.
આ મહિનાની શરૂઆતમાં, ગોખલેની ચાર દિવસની અંદર બે વાર ધરપકડ કરવામાં આવી હતી. તેણે સોશિયલ મીડિયા પર એક સમાચાર ક્લિપિંગ શેર કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરબી બ્રિજ તૂટી પડવાના સ્થળની મુલાકાત માટે રૂ. 30 કરોડનો ખર્ચ થયો હતો. જોકે, તપાસ બાદ આ માહિતી ખોટી સાબિત થઇ હતી. મચ્છુ નદી પરનો પુલ ધરાશાયી થયાના એક દિવસ બાદ, 141 લોકોના મોત થયાના એક દિવસ પછી વડા પ્રધાને 1 નવેમ્બરે મોરબીની મુલાકાત લીધી હતી.
8 ડિસેમ્બરના રોજ, અમદાવાદની એક કોર્ટે તેને જામીન આપ્યા હતા, પરંતુ ટૂંક સમયમાં જ મોરબી જિલ્લામાં દાખલ થયેલા અન્ય કેસમાં તેની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી. મોરબી પોલીસે ગોખલે પર મોદી વિશે નકલી સમાચાર ફેલાવવા ઉપરાંત “ચૂંટણી દરમિયાન સમાજના વર્ગો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા”નો આરોપ મૂક્યો હતો. ગુરુવારે ગોખલેની ત્રીજી વખત ધરપકડ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular