Homeઆપણું ગુજરાતગુજરાતના અધિકારીઓએ મુંબઈ મનપાના કામની કરી પ્રશંસા

ગુજરાતના અધિકારીઓએ મુંબઈ મનપાના કામની કરી પ્રશંસા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ભારત સરકારના ‘સ્વચ્છ ભારત’ અભિયાન અંતર્ગત ગુજરાતના સરકારી અધિકારી સહિત સ્વચ્છતા સંબંધિત કામ કરનારી સંસ્થા મુંબઈની બે દિવસની મુલાકાતે છે. પ્રતિનિધિઓની આ ‘સ્વચ્છતા યાત્રા’ પર દરમિયાન તેમણે કચરામાંથી ખાતર બનાવવાનો પ્રોજેક્ટ, કચરાનું વર્ગીકરણ જેવા સ્વચ્છતાને લગતા મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અમલમાં મૂકેલા જુદા જુદા પ્રોજેક્ટની પ્રંશસા કરી હતી. પાલિકા કામથી પ્રભાવિત થયેલી આ ટીમના પ્રતિનિધિઓએ

મરાઠી ભાષામાં ‘સ્વચ્છતા’ની શપથ લીધી હતી..

આ દરમિયાન મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મુંબઈને સ્વચ્છ અને કચરામુક્ત બનાવવામાં અમલમાં મૂકેલી યોજનાઓ વિશે આ ટુકડીને જુદા જુદા સ્થળની મુલાકાત કરાવીને તેમને માહિતી આપવામાં આવી હતી. પાલિકા દ્વારા કરવામાં આવતા કામના આ ટુકડીએ ભારોભાર વખાણ કર્યા હતા અને મુંબઈની માફક જ ગુજરાતમાં પણ સ્વચ્છતાને લગતા કામને અમલમાં લાવવાનો નિર્ધાર કર્યો હતો.

મુંબઈ પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતાના સ્પેશિયલ ઍક્ઝિક્યુટીવ ઑફિસર તથા મહારાષ્ટ્ર સ્વચ્છતા અભિયાનના રાજ્ય સમન્વયક સુભાષ દળવી, ગુજરાત રાજ્યના સ્વચ્છતા અભિયાનના અધિકારી જિગ્નેશ પટેલ, ગુજરાતના પ્રોજેક્ટ મેનેજર ભાવના મિશ્રા, ગુજરાત રાજ્યથી આવેલી વિવિધ સ્વયંમસેવી સંસ્થા અને બચતગટના મહિલા પ્રતિનિધિઓ આ કાર્યક્રમાં સહભાગી થયા હતા.

ગુજરાત રાજ્યના સ્વચ્છતા અભિયાનના ડાયરેક્ટર  જિગ્નેશ પટેલ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -